ગોવિંદાના બાઉન્સર અને ફોટોગ્રાફર વચ્ચે બોલાચાલી થઈ એને પગલે ઍક્ટરે વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગોવિંદા તાજેતરમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યો હતો અને તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. આ દરમ્યાન અચાનક ત્યાં ભારે હોબાળો અને ઝઘડો શરૂ થઈ ગયો. રિપોર્ટ મુજબ આ વિવાદ ગોવિંદાના બાઉન્સર અને એક ફોટોગ્રાફર વચ્ચે થયો હતો. મળતી માહિતી પ્રમાણે બાઉન્સરે કાર્યક્રમમાં ફોટોગ્રાફર સાથે ખરાબ વર્તન કર્યું હતું, જેના કારણે બન્ને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. જોકે મામલો વધે એ પહેલાં ગોવિંદા વચ્ચે પડ્યો અને પરિસ્થિતિને શાંત કરવાની કોશિશ કરી. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં ગોવિંદા પરિસ્થિતિ થાળે પાડવા માટે ખૂબ જ શાંતિથી કહેતો જોવા મળે છે, ‘સર જી... રહેવા દો...’. આમ, ગોવિંદાએ ખૂબ જ વિનમ્રતા સાથે બાઉન્સર અને ફોટોગ્રાફર્સ બન્નેને શાંત રહેવા સમજાવીને મામલો સંભાળી લીધો.
