Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોવિંદા ક્લિક થયો જુહુની હૉસ્પિટલની બહાર

ગોવિંદા ક્લિક થયો જુહુની હૉસ્પિટલની બહાર

Published : 23 August, 2026 12:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધોની ચર્ચા વચ્ચે ગોવિંદા જુહુની ક્રિટીકૅર હૉસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. માસ્ક પહેરીને બહાર નીકળતા ગોવિંદાને જોઈને ફૅન્સ તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત બન્યા હતા. જોકે હૉસ્પિટલ જવાનું કારણ હજુ સ્પષ્ટ નથી.

ગોવિંદા

ગોવિંદા


પત્ની સુનીતા આહુજા સાથેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગોવિંદા જુહુ વિસ્તારમાં આવેલી ક્રિટીકૅર હૉસ્પિટલની બહાર જોવા મળ્યો હતો. ગોવિંદાને અચાનક હૉસ્પિટલની બહાર જોઈને ફોટોગ્રાફર્સ અને ફૅન્સ તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ ગયા હતા.
આ વાઇરલ થયેલા વિડિયોમાં ગોવિંદા સફેદ શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરીને હૉસ્પિટલની બહાર નીકળતો જોવા મળે છે. તેણે માસ્ક પણ પહેર્યો હતો. આ સમયે તેણે ફોટોગ્રાફર્સ સાથે કોઈ વાત નહોતી કરી અને માત્ર હાથ હલાવીને ત્યાંથી નીકળી ગયો હતો.
જોકે ગોવિંદા હૉસ્પિટલમાં કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાને કારણે ગયો હતો કે પછી સામાન્ય ચેકઅપ માટે ગયો હતો એ હજુ સ્પષ્ટ થયું નથી.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK