Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હીરો કી હૉરરઇનમાં ગોવિંદાના દીકરા યશવર્ધન આહુજાની જોડી જામશે નિતાંશી ગોયલ સાથે

હીરો કી હૉરરઇનમાં ગોવિંદાના દીકરા યશવર્ધન આહુજાની જોડી જામશે નિતાંશી ગોયલ સાથે

Published : 22 August, 2026 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગોવિંદા અને સુનીતા આહુજાનો દીકરો યશવર્ધન આહુજા એકતા કપૂરની હૉરર-કૉમેડી ‘હીરો કી હૉરરઇન’થી બૉલીવુડમાં ડેબ્યુ કરશે. ફિલ્મમાં નિતાંશી ગોયલ લીડ રોલમાં જોવા મળશે.

યશવર્ધન આહુજા અને નિતાંશી ગોયલ

યશવર્ધન આહુજા અને નિતાંશી ગોયલ


એકતા કપૂર દ્વારા નિર્મિત હૉરર-કૉમેડી ફિલ્મ ‘હીરો કી હૉરરઇન’થી ગોવિંદા અને સુનીતા આહુજાનો દીકરો યશવર્ધન આહુજા બૉલીવુડમાં ડેબ્યુ કરશે. હવે ફિલ્મની સ્ટારકાસ્ટ અને રિલીઝ-ડેટ વિશે પણ માહિતી સામે આવી છે.
યશવર્ધન આહુજા સાથે આ ફિલ્મમાં ‘લાપતા લેડીઝ’માં ચમકેલી માત્ર ૧૯ વર્ષની નિતાંશી ગોયલ લીડ ઍક્ટ્રેસ તરીકે જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં ગોવિંદાની પત્ની સુનીતા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. તેમના સિવાય ‘હીરો કી હૉરરઇન’માં જૉની લીવરની દીકરી જૅમી લીવર તેમજ ચંકી પાંડે જેવાં કલાકારો પણ જોવા મળશે. આ ફિલ્મમાં હૉરર, રોમૅન્સ અને હ્યુમરનું મિશ્રણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે ૭ જાન્યુઆરીએ રિલીઝ કરવાનો પ્લાન છે.


Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK