Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણ સામે હિન્દુ જનજાગૃતિ સમિતિએ નોંધાવ્યો ઉગ્ર વાંધો

રામાયણ સામે હિન્દુ જનજાગૃતિ સમિતિએ નોંધાવ્યો ઉગ્ર વાંધો

Published : 20 November, 2026 11:33 AM | Modified : 20 November, 2026 11:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મને ‘કમ્યુનિસ્ટ એજન્ડા’ને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ગણાવીને સંગઠને હિન્દુઓને આ ફિલ્મ ન જોવાની અપીલ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે ફિલ્મના બીજા ભાગમાં પણ આવી જ કથિત વિકૃતિઓ જોવા મળશે તો સમગ્ર દેશમાં વિરોધ-પ્રદર્શનો કરવામાં આવશે.

રામાયણનું પોસ્ટર

રામાયણનું પોસ્ટર


પાંચમી નવેમ્બરે થિયેટરોમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામાયણ’ સામે ધાર્મિક સંગઠન હિન્દુ જનજાગૃતિ સમિતિ (HJS)એ ઉગ્ર વાંધો ઉઠાવ્યો છે. સંગઠનનો આરોપ છે કે આ ફિલ્મ મહર્ષિ વાલ્મીકિના મહાકાવ્યને તોડી-મરોડીને રજૂ કરે છે, રાવણનું મહિમામંડન કરે છે અને ભગવાન રામ તથા લક્ષ્મણને પરંપરાગત રીતે દર્શાવવામાં આવતાં પાત્રો કરતાં અલગ રીતે રજૂ કરે છે. ફિલ્મને ‘કમ્યુનિસ્ટ એજન્ડા’ને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ ગણાવીને સંગઠને હિન્દુઓને આ ફિલ્મ ન જોવાની અપીલ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે ફિલ્મના બીજા ભાગમાં પણ આવી જ કથિત વિકૃતિઓ જોવા મળશે તો સમગ્ર દેશમાં વિરોધ-પ્રદર્શનો કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે HJS-ગોવાના સંયોજક મનોજ સોલંકીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફિલ્મનાં અનેક દૃશ્યો હિન્દુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેમણે ફિલ્મમેકરોની એ દલીલ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો જેમાં આ રજૂઆતને ‘ક્રીએટિવ ફ્રીડમ’ ગણાવવામાં આવી હતી. ‘રામાયણ’ કરોડો લોકોની ઊંડી આસ્થાનો વિષય હોવાનું જણાવીને મનોજ સોલંકીએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં એવી ઘટનાઓ અને પાત્રોનું ચિત્રણ કરવામાં આવ્યું છે જે મૂળ કથા સાથે મેળ ખાતું નથી. તેમણે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પર પણ આરોપ મૂક્યો હતો કે બોર્ડે ફિલ્મનાં ધાર્મિક પાસાંની યોગ્ય તપાસ કરી નથી. તેમણે કહ્યું હતું કે ધાર્મિક મહાકાવ્યો પર આધારિત ફિલ્મોને મંજૂરી આપતાં પહેલાં બોર્ડે ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ અને વિદ્વાનોની સલાહ લેવી જોઈએ જેથી મૂળ કથાઓ સાથે કોઈ છેડછાડ ન થાય.



મનોજ સોલંકીએ ડિમાન્ડ કરી હતી કે ફિલ્મમેકરોએ બીજા ભાગની રિલીઝ પહેલાં હિન્દુ ધર્મગુરુઓ, સંતો અને રામાયણના જાણકારો માટે ફિલ્મનું સ્ક્રીનિંગ યોજવું જોઈએ. તેમણે સરકારને પણ ભગવાન રામના કથિત અપમાન અને હિન્દુ સંગઠનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓ પર ધ્યાન આપવા અપીલ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK