Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાવન વર્ષનો હૃતિક રોશન નવી પ્રેમિકા શોધી રહ્યો છે?

બાવન વર્ષનો હૃતિક રોશન નવી પ્રેમિકા શોધી રહ્યો છે?

Published : 17 August, 2026 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડેટિંગ ઍપ પર ઍક્ટરની પ્રોફાઇલ જોવા મળી એને પગલે તેના અને સબા આઝાદના બ્રેકઅપની ચર્ચાએ વેગ પકડ્યો છે

ઋતિક રોશન અને સબા આઝાદ

ઋતિક રોશન અને સબા આઝાદ


હૃતિક રોશન ફરી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. હૃતિક લાંબા સમયથી સબા આઝાદને ડેટ કરી રહ્યો હતો. હવે બન્નેના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં છે. હકીકતમાં બાવન વર્ષના હૃતિકનો એક સ્ક્રીનશૉટ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ડેટિંગ ઍપ પર તેની પ્રોફાઇલ જોવા મળી રહી છે. આ પ્રોફાઇલમાં હૃતિકનો ફોટો પણ છે. ફોટોમાં તે હાથમાં ફોન લઈને બ્લૅક ટી-શર્ટ અને બ્લૅક કૅપ પહેરેલો જોવા મળે છે. હૃતિકની આ પ્રોફાઇલમાં તેની ઓળખ ઍક્ટર/પ્રોડ્યુસર/ઑન્ટ્રપ્રનર તરીકે આપવામાં આવી છે. આ સાથે હૃતિકની ઉંમર પણ લખવામાં આવી છે. જોકે, આ સ્ક્રીનશૉટ વેરિફાઇડ નથી. હૃતિકના આ સ્ક્રીનશૉટના વાઇરલ થયા બાદ સબા સાથે તેના બ્રેકઅપના સમાચારને વધુ વેગ મળ્યો છે. જોકે કેટલાક ફૅન્સનું કહેવું છે કે આ પ્રોફાઇલ જૂની પણ હોઈ શકે છે અથવા તો ફેક પણ હોઈ શકે છે. હૃતિક અને સબાએ સત્તાવાર રીતે આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

હૃતિક અને સબા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. ૨૦૨૨માં બન્ને પહેલી વાર કપલ તરીકે જાહેરમાં સાથે જોવા મળ્યાં હતાં. ત્યાર બાદ બન્નેને અવારનવાર સાથે જોવામાં આવ્યાં છે. બન્નેએ સાથે પાર્ટી અને ફંક્શનમાં પણ હાજરી આપી છે. સબાને હૃતિકના ફૅમિલી-ફંક્શનમાં પણ ઘણી વખત જોવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK