Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આવી રહી છે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફાઇટર 2?

આવી રહી છે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ફાઇટર 2?

Published : 19 April, 2026 11:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મનું બજેટ ૫૦૦ કરોડ રૂપિયા હોવાની ચર્ચા

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’

હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’


૨૦૨૪માં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણની ‘ફાઇટર’ આવી હતી જે બૉક્સ-ઑફિસ પર ઍવરેજ સાબિત થઈ હતી. હવે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ ફિલ્મની સીક્વલ બનવાની છે અને ફરી એકવાર પહેલી ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ જ જવાબદારી સંભાળશે. તાજેતરમાં એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં ‘ફાઇટર 2’ વિશે દાવો કરવામાં આવ્યો કે ફિલ્મનું પ્રોડક્શન સપ્ટેમ્બરથી શરૂ થશે અને એમાં હૃતિક અને દીપિકા જોવાં મળશે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મનું બજેટ અંદાજે ૫૦૦ કરોડ રૂપિયા હોઈ શકે છે. આ સોશ્યલ મીડિયા પોસ્ટ પર સિદ્ધાર્થ આનંદે નજરનો ટીકો દર્શાવતી ઇમોજી કમેન્ટ કરી જેના પછી ‘ફાઇટર 2’ બનવાની ચર્ચા વધુ જોર પકડી રહી છે. જોકે હજી આ વાતની સત્તાવાર જાહેરાત નથી થઈ.


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 11:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK