મુકેશ ખન્નાએ ધુરંધરનાં વખાણ કરીને લીડ ઍક્ટર વિશે આવી કમેન્ટ કરી
મુકેશ ખન્ના
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત ધમાલ મચાવી રહી છે. હવે મુકેશ ખન્નાએ પણ આ ફિલ્મની પ્રશંસા કરીને જણાવ્યું છે કે ભલે મને રણવીર સિંહ ‘શક્તિમાન’ બનવા માટે યોગ્ય નથી લાગ્યો, પણ તે સારો ઍક્ટર છે.
એક વાતચીત દરમ્યાન મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે ‘આ ‘ધુરંધર’ એક પર્ફેક્ટ ફિલ્મ છે, એક કમર્શિયલ ફિલ્મ છે અને એવી ફિલ્મ છે જે સીધી ઑડિયન્સને હિટ કરે છે. આ ફિલ્મમાં દરેક ડિપાર્ટમેન્ટે શાનદાર કામ કર્યું છે. બધાએ પોતાનું શ્રેષ્ઠ આપ્યું છે એથી જ તમે આ ફિલ્મને સાચા અર્થમાં ‘ધુરંધર’ કહી શકો. ફિલ્મમાં અક્ષય ખન્નાએ પોતાની આગવી છાપ છોડી છે. હું ફિલ્મના હીરો રણવીર સિંહની પણ પ્રશંસા કરીશ. ભલે મને એ શક્તિમાન બનવા માટે યોગ્ય નથી લાગ્યો, પણ તે સારો ઍક્ટર છે. આ ફિલ્મમાં રણવીરની એનર્જી અલગ જ લેવલની છે. પાકિસ્તાનમાં ભારતીય જાસૂસ તરીકે તેની આંખોમાં અલગ જ ઉદાસી છે અને આ રોલ માટે તે પર્ફેક્ટ છે.’


