સૈફે જણાવ્યું કે ‘કૌન બનેગા કરોડપતિ’માં ઇનામ તરીકે બે વર્ષ ચાલે એટલું ઘી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ હજી સુધી તેને ઘી તો મળ્યું જ નથી અને સાથે શોની ચેકની રકમ પણ મળી નથી.
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં સૈફ અને કરીના
નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતા કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને હાજરી આપી હતી. આ દરમ્યાન સૈફે એક એવી વાતનો ખુલાસો કર્યો કે ત્યાં હાજર સૌકોઈ હસી પડ્યા હતા. સૈફે જણાવ્યું કે ‘કૌન બનેગા કરોડપતિ’માં ઇનામ તરીકે બે વર્ષ ચાલે એટલું ઘી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પણ હજી સુધી તેને ઘી તો મળ્યું જ નથી અને સાથે શોની ચેકની રકમ પણ મળી નથી.
સૈફ સપ્ટેમ્બરમાં પોતાની ફિલ્મ ‘હૈવાન’ના પ્રમોશન માટે અમિતાભ બચ્ચનના શો ‘કૌન બનેગા કરોડપતિ 18’માં પહોંચ્યો હતો. આ એપિસોડ દરમ્યાન તેને ઇનામ તરીકે બે વર્ષ સુધી ચાલે એટલું ઘી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે સૈફે વાતવાતમાં હસતાં-હસતાં ખુલાસો કર્યો છે કે તેને ન તો ઘી મળ્યું છે અને ન તો શોનો ચેક મળ્યો છે. સૈફની આ વાત સાંભળીને શોમાં હાજર લોકો હસી પડ્યા હતા.
