ઇમરાન ખાનનું કહેવું છે કે તે હાલમાં પૉઝિટિવિટીને સહન નથી કરી શકતો. તેણે ‘જાને તૂ... યા જાને ના’, ‘દેલ્હી બેલી’, ‘મેરે બ્રધર કી દુલ્હન’ અને ‘આઇ હેટ લવ સ્ટોરીઝ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઘણા સમયથી ગાયબ હતો અને હવે ફરી તે કમબૅક કરી રહ્યો છે.
ઇમરાન ખાન
ઇમરાન ખાનનું કહેવું છે કે તે હાલમાં પૉઝિટિવિટીને સહન નથી કરી શકતો. તેણે ‘જાને તૂ... યા જાને ના’, ‘દેલ્હી બેલી’, ‘મેરે બ્રધર કી દુલ્હન’ અને ‘આઇ હેટ લવ સ્ટોરીઝ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ઘણા સમયથી ગાયબ હતો અને હવે ફરી તે કમબૅક કરી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર તેને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. તેના કમબૅકની લોકો રાહ જોઈ રહ્યા છે. તેને ઘણી પૉઝિટિવિટી મળી રહી છે, પરંતુ તે એને પચાવી નથી શકતો. આ વિશે ઇમરાન ખાને કહ્યું કે ‘હું ચૂપ હતો એ માટે માફ કરજો. તમે જ્યારે લાંબા સમય સુધી અંધકારમાં હો ત્યારે પ્રકાશમાં આવતાં સૌથી પહેલાં તમને એની રોશનીથી તકલીફ પડે છે. મને ઘણો પ્રેમ, સપોર્ટ અને પ્રોત્સાહનભર્યા મેસેજિસ મળી રહ્યા છે અને એ થોડું વિચિત્ર લાગી રહ્યું છે. આટલી બધી પૉઝિટિવિટી હું હાલમાં પચાવી શકું એમ નથી. આથી હું દુઃખ પહોંચાડે એવા અને ખરાબ શબ્દો શોધી રહ્યો હતો જે મારા દિમાગમાં પણ ચાલી રહ્યા છે, કારણ કે એ શબ્દો મને વધુ ફૅમિલિયર લાગે છે. હું રેડિટ પર જઈને ન્યુઝ આર્ટિકલમાં કમેન્ટ સેક્શનમાં જઈને કેટલાક ધારદાર શબ્દો શોધી રહ્યો હતો. જોકે ત્યાં મારી સાથે ખૂબ જ ફની થયું. મને દુઃખ પહોંચાડે એવા શબ્દો હું શોધી રહ્યો હતો પરંતુ ત્યાં પણ મને શબ્દો ઓછા ધારદાર લાગ્યા. પહેલાં એવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો જે વાંચતાંની સાથે લોહી નીકળી રહ્યું હોય એવી ફીલિંગ આપતા એવા શબ્દો નહોતા. એ શબ્દો હવે પહેલાંની જેમ કામ નથી કરતા. મને લાગે છે કે એનું કારણ હું જાણું છું. આપણા જૂના ઘા ક્યારેય ભરાતા નથી. જોકે સમયની સાથે બધા ઘા દૂર થઈ જાય છે. પ્રેમ તમને ઝીરોમાંથી હીરો બનાવી શકે છે. પ્રેમ તમારા માટે એક ઢાલ બની જાય છે. તમારો પ્રેમ મારા માટે ખૂબ જ મહત્ત્વનો છે અને પ્રેરણાદાયી છે.’

