હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામમાં એક જ રાતમાં ઘણી બધી સેલિબ્રિટીઓના ફૉલોઅર્સમાં ભારે ઘટાડો થયો છે જેને કારણે લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. રિપોર્ટ મુજબ મેટા પ્લૅટફૉર્મે અનેક ફેક અને ઇનઍક્ટિવ અકાઉન્ટ પ્લૅટફૉર્મ પરથી હટાવી દીધાં છે.
પ્રિયંકા ચોપડા, શ્રદ્ધા કપૂર
હાલમાં સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામમાં એક જ રાતમાં ઘણી બધી સેલિબ્રિટીઓના ફૉલોઅર્સમાં ભારે ઘટાડો થયો છે જેને કારણે લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. રિપોર્ટ મુજબ મેટા પ્લૅટફૉર્મે અનેક ફેક અને ઇનઍક્ટિવ અકાઉન્ટ પ્લૅટફૉર્મ પરથી હટાવી દીધાં છે. આ કાર્યવાહી બાદ ઘણી સેલિબ્રિટીઓના ફૉલોઅર્સની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. આ કાર્યવાહી પછી વિરાટ કોહલીના ૨૦ લાખ, પ્રિયંકા ચોપડાના ૧૧ લાખ, શ્રદ્ધા કપૂરના ૧૦ લાખ અને આલિયા ભટ્ટના ૧૦ લાખ ફૉલોઅર્સ ઘટી ગયા છે.
શરૂઆતમાં લોકોને લાગ્યું હતું કે કદાચ આ કોઈ ટેક્નિકલ સમસ્યા હશે પણ પછી જાણવા મળ્યું કે મેટા પ્લૅટફૉર્મ્સની ઑથેન્ટિસિટી ડ્રાઇવ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઘણી વખત સેલિબ્રિટી, એજન્સીઓ અને કંપનીઓ એન્ગેજમેન્ટ વધારવા માટે ફેક અકાઉન્ટ્સનો ઉપયોગ કરતી હોવાનું માનવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર નકલી અકાઉન્ટ્સ દ્વારા લાઇક્સ, કમેન્ટ્સ અને એન્ગેજમેન્ટ વધારવામાં આવે છે. આ કાર્યવાહી બાદ નાના ક્રીએટર્સના ફૉલોઅર્સમાં પણ ઘટાડો નોંધાયો છે.
