ગઈ કાલે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’નું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરની સોશ્યલ મીડિયા પર બધા પ્રશંસા કરી રહ્યા છે
દાઉદ ઇબ્રાહિમ
ગઈ કાલે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’નું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝરની સોશ્યલ મીડિયા પર બધા પ્રશંસા કરી રહ્યા છે. આ ટીઝરમાં નિર્માતાઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે આ ફિલ્મ ‘સાચી ઘટનાઓથી પ્રેરિત’ છે. આ દાવા પછી નેટિઝન્સમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ ફિલ્મ વાસ્તવિક જીવનનાં ગૅન્ગસ્ટર સપનાદીદી, હુસેન ઉસ્તરા અને દાઉદ ઇબ્રાહિમની રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત છે.
આ ફિલ્મની સ્ટોરી વિશે ટ્વીટ કરતાં એક ફૅને લખ્યું છે, ‘લાગે છે કે શાહિદ ફિલ્મમાં દાઉદ ઇબ્રાહિમના વિરોધી હુસેન ઉસ્તરાનો રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં તૃપ્તિ સપનાદીદીનો રોલ કરી રહી છે, જેના પતિને દાઉદ ઇબ્રાહિમે મારી નાખ્યો હતો. સપનાદીદી એ પછી હુસેન ઉસ્તરા સાથે મળીને દાઉદ વિરુદ્ધ લડત ચલાવે છે. હત્યાના પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળ જાય છે અને અંતે દાઉદના માણસોના હાથે મરી જાય છે. આ ફિલ્મમાં કામ કરી રહેલા સ્ટાર્સની ટૅલન્ટ જોતાં આ ફિલ્મ ધમાકેદાર હશે!’


