Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોહિત સરાફ અને પ્રતિભા રાંટા પ્રેમમાં?

રોહિત સરાફ અને પ્રતિભા રાંટા પ્રેમમાં?

Published : 25 March, 2026 10:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યાર સુધી રોહિત અને પ્રતિભામાંથી કોઈએ પણ આ સંબંધ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી

રોહિત સરાફ અને પ્રતિભા રાંટા પ્રેમમાં હોવાની ચર્ચા

રોહિત સરાફ અને પ્રતિભા રાંટા પ્રેમમાં હોવાની ચર્ચા


રોહિત સરાફે ૨૦૧૬માં ફિલ્મ ‘ડિયર ઝિંદગી’માં આલિયા ભટ્ટના ઑન-સ્ક્રીન ભાઈ તરીકે પોતાની ઍક્ટિંગ-કરીઅરની શરૂઆત કરી હતી અને હવે તે પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર રોહિત હાલમાં પોતાની કો-સ્ટાર પ્રતિભા રાંટાને ડેટ કરી રહ્યો છે. પ્રતિભા ફિલ્મ ‘લાપતા લેડીઝ’થી ચર્ચામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે રોહિત અને પ્રતિભા પોતાની આગામી વેબસિરીઝ ‘ધ રેવલ્યુશનરીઝ’ માટે તૈયારી કરી રહ્યાં છે. આ એક પિરિયડ ડ્રામા સિરીઝ છે.

રોહિત અને પ્રતિભાની નજીકના મિત્રે માહિતી આપતાં કહ્યું હતું કે ‘હાલમાં રોહિત અને પ્રતિભા એકબીજાની કંપનીનો આનંદ માણી રહ્યાં છે. તેઓ ખૂબ સારા મિત્રો છે અને બન્ને વચ્ચે મજબૂત કમ્ફર્ટ લેવલ છે. બન્ને ઘણી વાર સાથે સમય પસાર કરે છે. જોકે બન્ને વચ્ચે સારી નિકટતા હોવા છતાં તેઓ હાલ પોતાના સંબંધને કોઈ નામ આપવા માટે ઉતાવળમાં નથી.’



જોકે અત્યાર સુધી રોહિત અને પ્રતિભામાંથી કોઈએ પણ આ સંબંધ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK