૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’નું દિગ્દર્શન ઓમ રાઉતે કર્યું હતું
ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’
અજય દેવગનને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘તાન્હાજી’નાં ૬ વર્ષ પૂર્ણ થતાં અજયે સોશ્યલ મીડિયામાં એક ખાસ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં અજયે ફિલ્મનાં વિવિધ દૃશ્યોનાં ઑઇલ પેઇન્ટિંગ પોસ્ટર્સ શૅર કર્યાં છે. આ પોસ્ટર્સમાં અજય સાથે કાજોલ, સૈફ અલી ખાન અને શરદ કેલકર પણ નજરે પડે છે. જોકે આ પોસ્ટર્સ કરતાં પણ વધુ ચર્ચામાં અજય દેવગનની કૅપ્શનની થઈ રહી છે. આ પોસ્ટ સાથે અજયે મરાઠીમાં કૅપ્શન લખી છે કે ‘ગડ આલા પણ સિંહ ગેલા... પરંતુ વાર્તા હજી પૂરી થઈ નથી.’
૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’નું દિગ્દર્શન ઓમ રાઉતે કર્યું હતું અને ફિલ્મને અજય દેવગન ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. આ ફિલ્મ ૧૭મી સદીના મરાઠા યોદ્ધા, સુબેદાર તાનાજી માલુસરેના જીવન પર આધારિત છે. હવે અજયની લેટેસ્ટ કૅપ્શન બાદ ફિલ્મના બીજા ભાગને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


