Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનિલ કપૂરને હજી પણ ૨૦૦૮માં આવેલી ફિલ્મ સ્લમડૉગ મિલ્યનેરમાંથી થઈ રહી છે આવક

અનિલ કપૂરને હજી પણ ૨૦૦૮માં આવેલી ફિલ્મ સ્લમડૉગ મિલ્યનેરમાંથી થઈ રહી છે આવક

Published : 16 March, 2026 10:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અનિલ કપૂરે વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો હતો કે ‘મેં ‘સ્લમડૉગ મિલ્યનેર’ પૈસા માટે સાઇન નહોતી કરી

‘સ્લમડૉગ મિલ્યનેર’ની રિલીઝને લગભગ ૧૭ વર્ષ થઈ ગયાં

‘સ્લમડૉગ મિલ્યનેર’ની રિલીઝને લગભગ ૧૭ વર્ષ થઈ ગયાં


અનિલ કપૂરે ૨૦૦૮માં આવેલી ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યનેર’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મે ઑસ્કર અવૉર્ડ્સમાં મોટી સફળતા મેળવી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મ આજે પણ અનિલ કપૂરને માત્ર ઓળખ જ નહીં પરંતુ આર્થિક રીતે પણ લાભ આપી રહી છે. હાલમા એક કૉન્ક્લેવમાં અનિલ કપૂરે ખુલાસો કર્યો હતો કે મને હજી પણ ૨૦૦૮માં આવેલી એ ફિલ્મમાંથી ચુકવણી થઈ રહી છે.

આ વાતચીત દરમ્યાન અનિલ કપૂરે જણાવ્યું હતું કે ‘સ્લમડૉગ મિલ્યનેર’ની રિલીઝને લગભગ ૧૭ વર્ષ થઈ ગયાં હોવા છતાં એ ફિલ્મ આજે તેમની કમાણીમાં યોગદાન આપી રહી છે. પોતાનો અનુભવ જણાવતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મારે તમારી સાથે એક વાત શૅર કરવી છે. મારા માટે આ ખૂબ ભાવનાત્મક ક્ષણ છે. દાયકાથી વધુ સમય પછી પણ મને ગઈ કાલે જ ‘સ્લમડૉગ મિલ્યનેર’નો પેમેન્ટ-ચેક મળ્યો. મને ગઈ કાલે ૩૦૦૦ પાઉન્ડ (લગભગ ૩.૫ લાખ રૂપિયા) મળ્યા છે. હું મારા બધા ટૅક્સ નિયમિત ભરું છું. મને કુલ મળીને અંદાજે ૬ કરોડ રૂપિયા મળવાના છે. હું કરોડપતિ છું, પરંતુ મેં એ માટે માગણી નહોતી કરી. તેમણે પોતે જ મને એ આપ્યું છે.’



અનિલ કપૂરે વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો હતો કે ‘મેં ‘સ્લમડૉગ મિલ્યનેર’ પૈસા માટે સાઇન નહોતી કરી. મને ડિરેક્ટર ડૅની બોયલ સાથે કામ કરવાની તક અને અલગ પ્રકારની ફિલ્મમેકિંગ શૈલીનો અનુભવ લેવાની ઇચ્છા હતી. મેં આ ફિલ્મ પોતાને શીખવા માટે કરી હતી. હું કંઈક નવું શીખવા માગતો હતો. શરૂઆતમાં ડિરેક્ટરે મને કહ્યું હતું કે તેઓ મને એટલા પૈસા આપી શકશે નહીં. એના જવાબમાં મેં કહ્યું હતું કે મેં ક્યારેય પૈસા માગ્યા છે? અને હું આ ફિલ્મ મફતમાં પણ કરવા તૈયાર છું. એ પછી ફિલ્મની સફળતા બાદ મને આ પ્રોજેક્ટમાંથી આવક મળતી રહે છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2026 10:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK