આ પ્રસંગે એ.આર. રહમાન દેશની સરહદોની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા BSFના બહાદુર જવાનો અને અધિકારીઓને સંગીત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
એ.આર. રહમાન
સંગીતકાર એ.આર. રહમાન આજે અટારી સરહદ પર બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ (BSF)ના જવાનોને સમર્પિત એક વિશેષ સંગીતમય કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા જઈ રહ્યો છે. ‘જય હો-અ ટ્રિબ્યુટ ટુ ધ બ્રૅવહાર્ટ્સ’ નામના આ કાર્યક્રમનું આયોજન ઇમ્તિયાઝ અલીની ૧૨ જૂને રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’ની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું સંગીત પણ એ.આર. રહમાને તૈયાર કર્યું છે. આ વિશેષ કાર્યક્રમ આજે સાંજે ૪.૩૦થી ૫.૩૦ વાગ્યા દરમ્યાન પંજાબના અટારી બોર્ડર નજીક આવેલા જીસીપી સ્ટેડિયમમાં યોજાનારી પરેડ સેરેમની દરમ્યાન યોજાશે. આ પ્રસંગે એ.આર. રહમાન દેશની સરહદોની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા BSFના બહાદુર જવાનો અને અધિકારીઓને સંગીત દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
