જેલર 2ના વિલન મિથુન ચક્રવર્તીએ પેપર ફોડી નાખ્યું છે
મિથુને આપ્યો સંકેત
મિથુન ચક્રવર્તીએ એક મોટું સીક્રેટ જાહેર કરી દીધું છે. મિથુને એક ઇન્ટરવ્યુમાં એવો સંકેત આપ્યો છે કે રજનીકાન્તની ફિલ્મ ‘જેલર 2’માં શાહરુખ ખાન પણ હશે. આ ફિલ્મ વિશે વાત કરતાં મિથુને આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘મારી આગામી ફિલ્મ ‘જેલર 2’ છે જેમાં રજનીકાન્ત, મોહનલાલ, શાહરુખ ખાન, રામ્યા ક્રિષ્નન, શિવા રાજકુમાર બધાં મારી વિરુદ્ધ છે.’
આવું કહીને મિથુને સંકેત આપ્યો હતો કે પોતે આ ફિલ્મમાં વિલનના રોલમાં છે.
ADVERTISEMENT
જો શાહરુખ ખાન પણ આ ફિલ્મમાં હોય તો એ રજનીકાન્ત સાથેની તેની સૌપ્રથમ ફિલ્મ હશે.


