અનેક લોકોને માથામાં ઈજા પહોંચી હતી, જ્યારે અમુકને ફ્રૅક્ચર પણ આવ્યું હોવાની માહિતી મળી છે.
સાંઈભક્તો પર પડ્યો સ્લૅબ, ૧૬ લોકોને ઈજા
સાંઈબાબાનાં દર્શન માટે શિર્ડી જઈ રહેલા વાશિંદ અને શહાપુરના ભક્તો પર સ્લૅબ તૂટી પડ્યો હોવાની ઘટના ઇગતપુરીમાં બની હતી. ઇગતપુરીમાં આવેલા સાંઈ નિવારા ભક્ત નિવાસમાં મંગળવારે રાત્રે આખો સ્લૅબ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં ૧૬ જણને ઈજા થઈ હતી અને એમાં મહિલાઓનો પણ સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને સ્લૅબ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ જખમી થયેલા ૧૬માંથી પાંચથી ૬ જણને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અનેક લોકોને માથામાં ઈજા પહોંચી હતી, જ્યારે અમુકને ફ્રૅક્ચર પણ આવ્યું હોવાની માહિતી મળી છે.
લોણાર સરોવરને મળી અનોખી સિદ્ધિ: થર્ડ ૧૦૦ IUGS જિયોલૉજિકલ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ
ADVERTISEMENT
નાગોઠણેમાં નશામાં ધુત ડૉક્ટરે બાઇકને ટક્કર મારીને યુવકનો જીવ લઈ લીધો: કાર ભગાવીને ફરાર થઈ રહેલા આરોપીને ગામજનોએ આંતર્યો
રાયગડ જિલ્લાના નાગોઠણે વિસ્તારમાં એક હિટ-ઍન્ડ-રનની ઘટના સામે આવી છે, જ્યાં દારૂના નશામાં કાર ચલાવી રહેલા ૩૭ વર્ષના ડૉક્ટર અમિત સિંહે આગળ જઈ રહેલા ટૂ-વ્હીલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત ૧૫ નવેમ્બરની રાત્રે પેઝારી-નાગોઠણે સ્ટેટ હાઇવે પર મટીરિયલ ગેટ નજીક થયો હતો. અકસ્માતમાં પેણના ૩૭ વર્ષના બાઇકરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને નાગોઠણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવતાં ફરજ પરના ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ મૂળ છત્તીસગઢના વતની આરોપી ડૉક્ટર અમિત સિંહે કાર ભગાવીને ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક ગ્રામજનોએ ૨૦૦ મીટર દૂર જ તેને આંતરીને રોકી લીધો હતો. નાગોઠણે પોલીસે જણાવ્યું હતું કે ‘આરોપી ડૉક્ટર નશાની હાલતમાં હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. આરોપી સામે મોટર વ્હીકલ ઍક્ટ તેમ જ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ સદોષ માનવવધ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.’
BMC હૉસ્પિટલમાં જન્મેલાં બાળકોના બર્થ-સર્ટિફિકેટ એ જ હૉસ્પિટલમાંથી મળશે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ૪ હૉસ્પિટલો KEM, નાયર, સાયન અને કૂપર તથા ૧૬ સબર્બન હૉસ્પિટલમાં જન્મેલાં બાળકોના સર્ટિફિકેટ હવે એ જ હૉસ્પિટલમાંથી મળશે. એ માટે BMCની વૉર્ડ-ઑફિસમાં જઈને અલગથી ડૉક્યુમેન્ટ સબમિટ નહીં કરવા પડે. વળી આ સર્ટિફિકટ ૩ જ દિવસમાં હૉસ્પિટલમાંથી મળી જશે. એ જ રીતે એ હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોનાં ડેથ-સર્ટિફિકેટ પણ ત્યાંથી જ મળી શકશે.
