મુંબઈએ આપેલા ૨૦૮ રનના ટાર્ગેટ સામે ગોવા ૧૯ ઓવરમાં ૧૮૯ રને આૅલઆઉટ થઈ ગયું.
ફાસ્ટ બોલર સાઈરાજ પાટીલ ઑલરાઉન્ડ પ્રદર્શન કરીને મુંબઈની જીતનો હીરો રહ્યો
સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીના ગ્રુપ Dમાં હૅટ-ટ્રિક જીત સાથે મુંબઈએ પોતાનું નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. ગઈ કાલે મુંબઈએ ગોવા સામે ૨૦૭ રનનો સ્કોર ડિફેન્ડ કરીને ૧૮ રને જીત નોંધાવી હતી. કલકત્તામાં મુંબઈની ટીમ ૧૮.૫ ઓવરમાં ૨૦૭ રને ઑલઆઉટ થઈ હતી. જવાબમાં ગોવા લલિત યાદવના ૪૧ બૉલની ૮૧ રનની ઇનિંગ્સની મદદથી ૧૯ ઓવરમાં ૧૮૯-૧૦નો સ્કોર જ કરી શક્યું.
ફાસ્ટ બોલર સાઈરાજ પાટીલ મુંબઈની ટીમનો હીરો રહ્યો. તેણે આઠમા ક્રમે રમીને ૨૧ બૉલમાં ૪ ફોર, બે સિક્સની મદદથી ૪૦ રન કર્યા હતા. ૩ ઓવરમાં ૨૭ રન આપીને તેણે લલિત યાદવ સિવાય બે પૂંછડિયા બૅટર્સની પણ વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ભૂતપૂર્વ અન્ડર-19 વર્લ્ડ કપ ચૅમ્પિયન કૅપ્ટન યશ ધુલના ૧૨૫ રન એળે ગયા, બિહારે દિલ્હી સામે ૨૨૫ રન ચેઝ કર્યા
ઇન્દોરમાં ગઈ કાલે બિહારે દિલ્હીના ૨૨૪-૫ના સ્કોર સામે ૧૯.૫ ઓવરમાં ૨૨૭-૮નો સ્કોર કરીને ૨૨૫ રનનો મોટો લક્ષ્યાંક પૂરો કર્યો હતો. વૈભવ સૂર્યવંશી પહેલી મૅચમાં કૅપ્ટન્સી કર્યા પછી કતરમાં ઇન્ડિયા A ટીમ સાથે જોડાઈ ગયો હતો.
૧૦.૩ ઓવરમાં ૮૧ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવનાર દિલ્હી માટે ભૂતપૂર્વ અન્ડર-19 વર્લ્ડ કપ ૨૦૨૨ના ચૅમ્પિયન કૅપ્ટન યશ ધુલે ત્રીજા ક્રમે રમીને ૫૯ બૉલમાં ૧૬ ફોર, ૭ સિક્સની મદદથી ૧૨૫ રન ફટકાર્યા હતા. બિહારે બીજી વિકેટ માટે ૩૫ બૉલમાં ૧૦૩ રનની ભાગીદારીની મદદથી રન-ચેઝ સરળ બનાવી હતી.
