ફરહાન અખ્તરે ૨૦૨૧માં આલિયા ભટ્ટ, કૅટરિના કૈફ અને પ્રિયંકા ચોપડાને લીડ રોલમાં ચમકાવતી ‘જી લે ઝરા’ની જાહેરાત કરી હતી.
આલિયા ભટ્ટ, કૅટરિના કૈફ અને પ્રિયંકા ચોપડા
ફરહાન અખ્તરે ૨૦૨૧માં આલિયા ભટ્ટ, કૅટરિના કૈફ અને પ્રિયંકા ચોપડાને લીડ રોલમાં ચમકાવતી ‘જી લે ઝરા’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની થીમ પર બનાવવાનું પ્લાનિંગ હતું, પણ એમાં ત્રણ છોકરાઓની મિત્રતાને બદલે ત્રણ છોકરીઓની મિત્રતાની સ્ટોરી બનાવવાનું પ્લાનિંગ હતું. આ ફિલ્મની જાહેરાત ૨૦૨૧માં થઈ હતી, પરંતુ છેલ્લાં ચાર વર્ષથી એની કોઈ અપડેટ નહોતી, પણ હવે ફરહાને જાહેર કર્યું છે કે તેને ફિલ્મના લીડ સ્ટાર્સની તારીખો મળી ગઈ છે અને બહુ જલદી એનું શૂટિંગ શરૂ કરશે.
હકીકતમાં ‘જી લે ઝરા’ની જાહેરાત કરવામાં આવી એ પછી આલિયા, કૅટરિના અને પ્રિયંકાના અંગત જીવનમાં ભારે પરિવર્તન આવી રહ્યું હતું. ૨૦૨૨માં આલિયા દીકરી રાહાની, પ્રિયંકા દીકરી માલતી મારીની અને કૅટરિના હાલમાં એક દીકરાની મમ્મી બની છે. હવે આ ત્રણેય સ્ટાર્સની પર્સનલ લાઇફ ટ્રૅક પર આવી ગઈ છે જેને કારણે હવે ત્રણેયની એકસાથે તારીખો મળી રહી છે જેને કારણે હવે ‘જી લે ઝરા’નું શૂટિંગ બહુ જલદી શરૂ થઈ શકશે.


