આ સંજોગોમાં પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે પોલીસે વચ્ચે આવવું પડ્યું.
ભીડને હટાવવા અને સ્થિતિ કાબૂમાં રાખવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો
સાઉથના સુપરસ્ટાર જુનિયર NTRના ફૅન્સની સંખ્યા ઘણી વધારે છે અને હાલમાં ફૅન્સના ક્રેઝને કારણે પરિસ્થિતિ વણસી ગઈ હતી. હાલમાં જુનિયર NTR બૅન્ગલોરમાં એક હૉસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યો હતો. એ સમયે તેને જોવા માટે હૉસ્પિટલની અંદર અને બહાર મોટી સંખ્યામાં ચાહકો ભેગા થઈ ગયા હતા. જુનિયર NTRને જોઈને ફૅન્સે જોરદાર નારા લગાવવાનું શરૂ કર્યું અને તેની નજીક જવાની કોશિશ કરી. વધતી ભીડને કારણે અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ અને પરિસ્થિતિ થોડા સમય માટે કાબૂ બહાર ગઈ.
જુનિયર NTR સુધી પહોંચવાના પ્રયાસમાં ઘણા લોકો એસ્કેલેટર તરફ દોડી ગયા હતા. માહિતી મુજબ ભારે ભીડના કારણે એસ્કેલેટરને પણ નુકસાન થયું હતું. આ સંજોગોમાં પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે પોલીસે વચ્ચે આવવું પડ્યું. ભીડને હટાવવા અને સ્થિતિ કાબૂમાં રાખવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો.
ADVERTISEMENT
આ ધમાલ વચ્ચે જુનિયર NTRની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા દળોએ એક ખાસ સિક્યૉરિટી કૉરિડોર બનાવ્યો હતો જેથી તેની સલામત રીતે એન્ટ્રી અને એક્ઝિટ થઈ શકે.
