Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું તમે સચિન તેન્ડુલકરને કહેશો કે જરા એક છગ્ગો મારીને બતાવો?

શું તમે સચિન તેન્ડુલકરને કહેશો કે જરા એક છગ્ગો મારીને બતાવો?

Published : 27 April, 2026 05:17 PM | Modified : 27 April, 2026 05:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અવૉર્ડ-ફંક્શનમાં કૈલાશ ખેરને બે લાઇન ગાવાનું કહેવાતાં તે અકળાઈ ગયો, જાણીતા સિન્ગર કૈલાશ ખેરે તાજેતરમાં એક અવૉર્ડ-ઇવેન્ટ દરમ્યાન અચાનક ગીત ગાવાની વિનંતી પર સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

શું તમે સચિન તેન્ડુલકરને કહેશો કે જરા એક છગ્ગો મારીને બતાવો?

શું તમે સચિન તેન્ડુલકરને કહેશો કે જરા એક છગ્ગો મારીને બતાવો?


જાણીતા સિન્ગર કૈલાશ ખેરે તાજેતરમાં એક અવૉર્ડ-ઇવેન્ટ દરમ્યાન અચાનક ગીત ગાવાની વિનંતી પર સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. કૈલાશ ખેરે જણાવ્યું હતું કે આ રીતે તરત જ ‘બે લાઇન ગાઈ દો’ની વિનંતી કલાકારની પ્રતિષ્ઠા અને સંગીતના માનને ઓછું કરે છે. કૈલાશ ખેરનો આ અભિગમ ચર્ચાનો વિષય બન્યો છે. 
હાલમાં દિલ્હીમાં આયોજિત એક સમિટ દરમ્યાન હોસ્ટે કૈલાશ ખેરને થોડું ગીત ગાવા વિનંતી કરી હતી. આ વિનંતી પર કૈલાશ ખેરે નારાજ થઈને પોતાની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હું આ જ બાબત બદલવા માગું છું. ગાયકને અને સંગીતને એ રીતે ન જોવું જોઈએ કે ‘સર, બે લાઇન ગાઈ દો, માહોલ બનાવી દો.’ આ બહુ ખોટું છે. આવી વિનંતી કરવી જ નહીં. શું તમે સચિન તેન્ડુલકરને કહેશો કે જરા એક છગ્ગો મારીને બતાવો? દુનિયામાં કોઈ આવું નથી કરતું. શું તમે કોઈ સૈનિકને કહેશો કે જરા પોતાની પોઝિશન લઈને એક ગોળી ચલાવી બતાવો? આવું કૃપા કરીને ન કરો. કલાકારને જોકર ન બનાવો. સાધકને માત્ર મનોરંજન કરનાર ન સમજો.’


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2026 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK