અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ ડિરેક્ટર ઍટલીની ફિલ્મમાં લીડ સ્ટાર્સ તરીકે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું બજેટ ૮૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાના રિપોર્ટ છે. આ એક હાઈ-કન્સેપ્ટ સાયન્સ-ફિક્શન ઍક્શન ફિલ્મ હોવાનું કહેવાય છે જેને બે ભાગમાં બનાવવામાં આવશે.
અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની ફિલ્મમાં કાજોલ બનશે પોલીસ-ઑફિસર?
અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ ડિરેક્ટર ઍટલીની ફિલ્મમાં લીડ સ્ટાર્સ તરીકે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મનું બજેટ ૮૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાના રિપોર્ટ છે. આ એક હાઈ-કન્સેપ્ટ સાયન્સ-ફિક્શન ઍક્શન ફિલ્મ હોવાનું કહેવાય છે જેને બે ભાગમાં બનાવવામાં આવશે. ફિલ્મને ૨૦૨૬ના અંતમાં અથવા ૨૦૨૭માં રિલીઝ કરવાની તૈયારી છે. હવે મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં પોલીસ-ઑફિસરના એક પાવરફુલ રોલ માટે કાજોલને સાઇન કરવામાં આવી છે અને તેના લુકમાં મોટો ફેરફાર કરવામાં આવશે. એકાવન વર્ષની કાજોલ સતત કામ કરી રહી છે અને OTT પ્લૅટફૉર્મ પર પણ જોવા મળી રહી છે. જોકે હજી સુધી મેકર્સ તરફથી કાજોલની એન્ટ્રી વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પણ ટૂંક સમયમાં એની જાહેરાત કરવામાં આવે એવી શક્યતા છે.


