કાજોલે સોશ્યલ મીડિયામાં તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે.
બાથરૂમમાં ફોટોશૂટ કરાવ્યું કાજોલે
કાજોલે સોશ્યલ મીડિયામાં તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં કાજોલે સફેદ રંગનો બાથરોબ પહેર્યો છે અને તેના હાથમાં સૂર્યમુખીનું ફૂલ પણ છે. કાજોલે આ કૅઝ્યુઅલ અને ગ્લૅમરસ ફોટોશૂટ પોતાના બાથરૂમમાં કરાવ્યું છે જેણે ચાહકોનું તરત જ ધ્યાન ખેંચી લીધું છે.
ડીપ નેકલાઇનવાળું સ્લીવલેસ બ્લાઉઝ અને શીઅર નેટ દુપટ્ટો
વામિકા ગબ્બીએ આકર્ષક લેહંગો પહેરીને પોસ્ટ કરી તસવીરો
વામિકા ગબ્બીએ હાલમાં લેહંગામાં પોતાની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે જેમાં તે ખૂબ ગ્લૅમરસ દેખાઈ રહી છે. વામિકાનો લેહંગો પિન્ક અને ગોલ્ડન શેડનો છે અને તેના શિમરી ફૅબ્રિક પર બારીક એમ્બ્રૉઇડરી કરવામાં આવી છે. આ લુકમાં ડીપ નેકલાઇનવાળા સ્લીવલેસ બ્લાઉઝ અને હળવા પિન્ક રંગના શીઅર નેટ દુપટ્ટાએ આઉટફિટની સુંદરતા વધારી દીધી છે.
