Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમ પાસ : ડ્યુન પરથી કૉપી કરવામાં આવ્યું દીપિકાનું પોસ્ટર? અને વધુ સમાચાર

ટોટલ ટાઇમ પાસ : ડ્યુન પરથી કૉપી કરવામાં આવ્યું દીપિકાનું પોસ્ટર? અને વધુ સમાચાર

29 April, 2024 06:48 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીપિકા અને ઝેન્ડેયાના પાત્ર વચ્ચે ઘણી સમાનતા દેખાઈ રહી છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ


દીપિકા પાદુકોણનું ‘કલ્કિ 2898 AD’નું પોસ્ટર હૉલીવુડની ફિલ્મ ‘ડ્યુન’ પરથી કૉપી કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં ઝેન્ડેયા જોવા મળી હતી. દીપિકાની ફિલ્મમાં તેની સાથે પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ છે. આ ફિલ્મનું પોસ્ટર શૅર કરીને એને ૨૭ જૂને રિલીઝ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જોકે આ પોસ્ટર બાદ સોશ્યલ મીડિયા પર યુઝર્સને એ કૉપી કરવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. ઘણા લોકો કહી રહ્યા છે કે દીપિકા અને ઝેન્ડેયાના પાત્ર વચ્ચે ઘણી સમાનતા દેખાઈ રહી છે. આ ફિલ્મને નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેણે કહ્યું હતું કે આ ફિલ્મની સ્ટોરી ‘મહાભારત’ના સમયથી શરૂ થશે અને ૬ હજાર વર્ષ બાદ એ કેવી હશે એની કલ્પના કરીને બનાવવામાં આવી છે.

લોકોને કેમ કન્ફ્યુઝ કરવા માગે છે અક્ષયકુમાર?




અક્ષયકુમાર સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ સોશ્યલ મીડિયામાં શૅર કરે છે. સાથે જ તે મજેદાર રીલ્સ બનાવીને લોકોનું મનોરંજન પણ કરે છે. તેનો મજાકિયા અંદાજ લોકોને પણ ગમે છે. ગઈ કાલે પોતાનો એક ચૅર પર બેઠેલો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી, સ્માઇલ કરો, એ લોકોને કન્ફ્યુઝ કરશે.

મુંબઈમાં શું ઉગાડવાની ઇચ્છા છે શ્રદ્ધાને?

શ્રદ્ધા કપૂરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વિડિયો શૅર કરીને મુંબઈમાં એક વસ્તુ ઉગાડવાની વાત કરી છે જે અશક્ય છે. તે હાલમાં પહાડોમાં વેકેશન માણી રહી છે અને એના ફોટો અને વિડિયો શૅર કરી રહી છે. શ્રદ્ધા તેની સેન્સ ઑફ હ્યુમરની સાથે તેની કૅપ્શન માટે પણ જાણીતી છે. હાલમાં જ તેણે તેના ઘણા ફોટોનો ઉપયોગ કરીને એક વિડિયો બનાવ્યો છે. આ વિડિયો શૅર કરીને શ્રદ્ધાએ કૅપ્શન લખી : દો-ચાર પહાડ મુંબઈમાં ઉગાને કે લિએ ક્યા કરના પડેગા?

અમદાવાદના ૩૦૦ વર્ષ જૂના હનુમાન મંદિરમાં સૌના કલ્યાણની પ્રાર્થના કરી અનુપમ ખેરે

અનુપમ ખેરે હાલમાં જ અમદાવાદમાં આવેલા કૅમ્પ હનુમાન મંદિરનાં દર્શન કર્યાં હતાં. આ મંદિર ત્રણસો વર્ષ જૂનું છે. અનુપમ ખેર તેમના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’નું શૂટિંગ કરી રહ્યા છે. એમાંથી સમય કાઢીને તેમણે આ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિર અને પ્રાર્થના કરતો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી, ‘અમદાવાદનાં ત્રણસો વર્ષ જૂના કૅમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીનાં દર્શન કર્યાં. અહીં પૂજા કરીને મનને સુખદ અનુભવ થયો, શક્તિ પણ મળી. તમારા સૌના પરિવાર માટે પ્રાર્થના કરી. જય હનુમાન, બજરંગબલી કી જય, પવનસુત હનુમાન કી જય.’


બધું રીલ્સ માટે છે

અભિનવ શુક્લા હાલમાં જ રાઘવ જુયાલની એક ઇન્સ્ટાગ્રામ રીલને લઈને ગુસ્સે થયો છે. રાઘવ ઉત્તરાખંડનો છે. તેણે હાલમાં એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે એક વૉટરફૉલમાં જોવા મળી રહ્યો છે. જોકે એ જગ્યાએ લોકોએ ગંદકી કરી હોવાથી રાઘવ એ વિડિયોમાં પ્લાસ્ટિકની બૉટલ દેખાડીને ગુસ્સો કરી રહ્યો છે. આ વિડિયો વાઇરલ થયો છે અને વિશાલ દાદલાણી અને ટ્વિન્કલ ખન્નાએ રાઘવનાં વખાણ પણ કર્યાં છે. જોકે અભિનવે ગુસ્સે થતાં લખ્યું હતું કે ‘તે જાણી-અજાણી જગ્યાઓ તેના કમર્શિયલ આઉટડોર ઍડ્વેન્ચર ઑર્ગેનાઇઝર સાથે મળીને એક્સ્પ્લોર કરે છે, ત્યાર બાદ એ વિશે રીલ બનાવે છે. આવી અજાણી જગ્યાને જાહેર જનતા સામે ખુલ્લી મૂકે છે અને પછી એવી આશા રાખે છે કે લોકો અહીં ન આવે. ૩-૪ કંપની આવી જગ્યાની રીલ બનાવે ત્યાર બાદ એ ફેમસ થઈ જાય છે અને લોકો ત્યાં આવે છે અને લોકોમાં ગંદકી ન ફેલાવવાની જાગરૂકતા ન હોવાથી એ જગ્યા ગંદી થાય છે. ત્યાર બાદ તેને ફરી ગુસ્સે થઈને રીલ બનાવવાનો ચાન્સ મળે છે. આ બધું ફક્ત રીલ્સ માટે છે.’

૬૧ કલાકમાં ૯૪૮૩ મેસેજિસ

સોનુ સૂદે લૉકડાઉન દરમ્યાન જે રીતે લોકોને મદદ કરી છે એ તો જગજાહેર છે અને આજે પણ તે એટલા જ ઉત્સાહ સાથે લોકોને તકલીફમાંથી બહાર કાઢી રહ્યો છે. હાલમાં જ તેનું વૉટ્સઍપ અકાઉન્ટ બ્લૉક થઈ ગયું હતું. એના માટે તેણે ઇન્સ્ટાસ્ટોરી પર મેસેજ લખીને વૉટ્સઍપ અકાઉન્ટ અનબ્લૉક કરવાની વિનંતી કરી હતી. તેણે લખ્યું હતું કે ઘણા લોકો મદદ માટે તેને મેસેજ કરતા હશે. તેનું અકાઉન્ટ અનબ્લૉક થતાં ઇન્સ્ટાસ્ટોરી પર સોનુએ લખ્યું કે ‘ફાઇનલી મારું વૉટ્સઍપ અકાઉન્ટ રિ​ટ્રિવ થયું છે. ૬૧ કલાકમાં ૯૪૮૩ અનરેડ મેસેજિસ, થૅન્ક્સ.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 06:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK