કલ્કીએ આ ફ્લૅટ એક દાયકાથી પણ વધુ સમય પહેલાં ખરીદ્યો હતો
કલ્કી કોચલિન
ઍક્ટ્રેસ કલ્કી કોચલિને અંધેરી-વેસ્ટ વિસ્તારમાં આવેલો પોતાનો ફ્લૅટ ૨.૫૫ કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ પ્રૉપર્ટી અંધેરી-વેસ્ટના વર્સોવા વિસ્તારમાં આવેલી વર્સોવા કિરણ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં આવેલી છે. ફ્લૅટનો કાર્પેટ એરિયા ૧૨૩૦.૪૨ સ્ક્વેર ફુટ છે.
કલ્કીએ આ ફ્લૅટ એક દાયકાથી પણ વધુ સમય પહેલાં ખરીદ્યો હતો. રેકૉર્ડ્સ અનુસાર તેણે ૨૦૧૫ના ડિસેમ્બરમાં આ પ્રૉપર્ટી ૧.૯૫ કરોડ રૂપિયામાં ખરીદી હતી. હવે ૨.૫૫ કરોડ રૂપિયામાં વેચાણ થતાં તેને અંદાજે ૬૦ લાખનો નફો થયો છે.
