કમલ હાસન હજી પણ હૉસ્પિટલમાં છે અને ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેઓ એકદમ સાજા થઈ ગયા બાદ જ ઘરે આવશે.
કમલ હાસનની હજી પણ ચાલી રહી છે ટ્રીટમેન્ટ
કમલ હાસન હજી પણ કોરોનાની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેઓ અમેરિકા ગયા હતા અને ત્યાંથી તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું. તેમની પોરુરમાં આવેલી શ્રી રામચંદ્ર મેડિકલ કૉલેજમાં ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેમનો હાલમાં એક ફોટો વાઇરલ થયો છે જેમાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દીધી હોવાની વાત ચાલી રહી છે. જોકે આ ફોટો જૂનો છે. તેમની જ્યારે પગની સર્જરી કરાવવામાં આવી હતી ત્યારનો એ ફોટો છે. કમલ હાસન હજી પણ હૉસ્પિટલમાં છે અને ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. તેઓ એકદમ સાજા થઈ ગયા બાદ જ ઘરે આવશે.