Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટરોની તેમની યોગ્યતા મુજબ કદર નથી થતી

હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટરોની તેમની યોગ્યતા મુજબ કદર નથી થતી

Published : 22 March, 2026 10:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવું કહીને કંગના રનૌતે ધુરંધર : ધ રિવેન્જ માટે આદિત્ય ધરનાં ભરપૂર વખાણ કર્યાં

કંગના રનૌતે

કંગના રનૌતે


કંગના રનૌત સામાન્ય રીતે પોતાનાં બોલ્ડ નિવેદનોને કારણે જાણીતી છે, પણ હાલમાં તેણે ‘ધુરંધર : ધ રિવેન્જ’ માટે અલગ અંદાજમાં આદિત્ય ધરની દિલખુલ્લી પ્રશંસા કરી છે, એને લઈને ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા શરૂ થઈ છે. હકીકતમાં કંગનાએ તાજેતરમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોઈ હતી અને ફિલ્મ જોયા બાદ તેણે સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપીને લખ્યું કે ‘આ ફિલ્મની સૌથી મોટી સફળતા પાછળ આદિત્ય ધરનો હાથ છે અને હવે તેઓ એક સુપરસ્ટાર ફિલ્મમેકર તરીકે ઊભરી આવ્યા છે. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટરોની તેમની યોગ્યતા મુજબ કદર નથી થતી. ફિલ્મમેકર્સ વધુ મહેનત કરે છે છતાં ઓછું વેતન મેળવે છે અને ઘણી વખત સુપરસ્ટાર્સ દ્વારા દબાણમાં રહે છે. આજકાલ યુવાનોમાં અભિનેતા બનવાની ઇચ્છા વધુ હોય છે, પરંતુ આદિત્ય ધર જેવી સફળતા જોઈને હવે ઘણા યુવાનો ફિલ્મમેકિંગ તરફ પ્રેરિત થશે.’ કંગનાએ આદિત્ય ધરને સલામ કરતાં લખ્યું કે તેઓ હીરો કરતાં પણ વધુ તેજસ્વી રીતે ચમકી રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2026 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK