કરણ જોહર હિન્દી સિનેમામાં ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ જેવી યાદગાર ફિલ્મો બનાવવા માટે જાણીતો છે.
મલયાલમ સિનેમામાં ધર્મા પ્રોડક્શન્સની શરૂઆત આગામી ફિલ્મ ‘ઓડિયાન : ધ એજ ઑફ ઇલ્યુઝન’થી થવાની છે.
કરણ જોહર હિન્દી સિનેમામાં ‘કુછ કુછ હોતા હૈ’ અને ‘કભી ખુશી કભી ગમ’ જેવી યાદગાર ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. જોકે છેલ્લા કેટલાક સમયથી તેની પ્રોડક્શન કંપની ધર્મા પ્રોડક્શન્સ બૉક્સ-ઑફિસ પર મોટી અને સફળ ફિલ્મો આપવામાં સંઘર્ષ કરી રહી છે. આ સંજોગોમાં ધર્મા પ્રોડક્શન્સે એક મોટું પગલું ભરીને ગુજરાતી પછી મલયાલમ સિનેમામાં પણ પોતાની નવી ઇનિંગ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે બૅનરે એક મહત્ત્વાકાંક્ષી ફિલ્મ માટે જાણીતા નિર્માતાઓ અને ફિલ્મમેકર્સ સાથે હાથ મિલાવ્યો છે.
મલયાલમ સિનેમામાં ધર્મા પ્રોડક્શન્સની શરૂઆત આગામી ફિલ્મ ‘ઓડિયાન : ધ એજ ઑફ ઇલ્યુઝન’થી થવાની છે. મળતી માહિતી પ્રમાણે ‘ઓડિયાન: ધ એજ ઑફ ઇલ્યુઝન’ની કથા ૧૯મી સદીના કેરલમની લોકકથાઓ અને સાંસ્કૃતિક પૌરાણિક માન્યતાઓ પર આધારિત છે. રિપોર્ટ પ્રમાણે ધર્મા પ્રોડક્શન્સે દક્ષિણ ભારતીય સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારનની પ્રોડક્શન કંપની પૃથ્વીરાજ પ્રોડક્શન્સ અને ડિરેક્ટર રાહુલ સદાશિવન સાથે ભાગીદારી કરી છે.
