Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મશરૂમ ખાઈને પોતાને અમર માનવા લાગેલો માણસ ૨૭મા માળની બારીમાં પાઇપ વાટે ઊતરવા ગયો

મશરૂમ ખાઈને પોતાને અમર માનવા લાગેલો માણસ ૨૭મા માળની બારીમાં પાઇપ વાટે ઊતરવા ગયો

Published : 19 June, 2026 11:28 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ૨૬મા માળે રહેતા દોસ્તે શૂને પાઇપ પર લટકતો જોયો અને તરત જ તેનો હાથ પકડીને પૂરું જોર લગાવીને ઘરમાં ખેંચી લીધો હતો

શૂએ ઘરમાં જંગલી મશરૂમ ઉગાડ્યાં હતાં

અજબ ગજબ

શૂએ ઘરમાં જંગલી મશરૂમ ઉગાડ્યાં હતાં


ચીનમાં ૪૦ વર્ષના શૂ નામના ભાઈએ જંગલી મશરૂમ ખાઈ લીધા પછી અચાનક પોતાને સુપરમૅન સમજવા લાગ્યા અને જીવનને જોખમમાં મૂકી દે એવું કામ કર્યું. તે પોતાને અમર સમજી બેઠો અને ૨૭મા માળ પરની બારીમાંથી છલાંગ લગાવીને પાઇપના સહારે નીચે ઊતરવા લાગ્યો હતો. વાત એમ હતી કે શૂએ ઘરમાં જંગલી મશરૂમ ઉગાડ્યાં હતાં. આ મશરૂમ ખાધા પછી ભ્રાંતિ થવા લાગે છે. એ ખાઈને તેને લાગતું હતું કે પરિવારજનો તેને અમર બનાવવાની તાલીમ આપી રહ્યા છે અને હવે તેનું મૃત્યુ કાયમ માટે ટળી ગયું છે. એ જ અમરપટાના વિશ્વામાં તે બારીની બહાર નીકળી પડ્યો. જોકે પાઇપ પર ઊતરતાંની સાથે જ તેને અસલિયત સમજાઈ ગઈ. તેને લાગ્યું કે તે હવે પડી જશે. એમ છતાં તે પાઇપથી નીચે ઊતરતો રહ્યો. જોકે ૨૬મા માળે રહેતા દોસ્તે શૂને પાઇપ પર લટકતો જોયો અને તરત જ તેનો હાથ પકડીને પૂરું જોર લગાવીને ઘરમાં ખેંચી લીધો હતો. આ ઘટના પછી ખૂબ જ ડરી ગયેલો શૂ બેભાન થઈ ગયો હતો. તરત તેને ડૉક્ટર પાસે લઈ જવાયો હતો જ્યાં તપાસ દરમ્યાન ડૉક્ટરોએ કહેલું કે તેના શરીરમાં જંગલી મશરૂમનું એવું કેમિકલ મળ્યું હતું જેનું દારૂ સાથે સેવન કરવાથી મગજમાં ભ્રાંતિ પેદા થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 11:28 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK