ફિલ્મમેકર કરણ જોહરે સોશ્યલ મીડિયા પર સમોસા ખાતી કરીના કપૂરનો વિડિયો શૅર કર્યો છે. કરીના જાણે સમોસા ખાતી વખતે પકડાઈ ગઈ હોય એ રીતે આ વિડિયો લેવામાં આવ્યો છે.
કરીના કપૂર પકડાઈ ગઈ સમોસું ખાતી વખતે
ફિલ્મમેકર કરણ જોહરે સોશ્યલ મીડિયા પર સમોસા ખાતી કરીના કપૂરનો વિડિયો શૅર કર્યો છે. કરીના જાણે સમોસા ખાતી વખતે પકડાઈ ગઈ હોય એ રીતે આ વિડિયો લેવામાં આવ્યો છે. હકીકતમાં આ વિડિયો ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલના ઍન્યુઅલ ડેનો છે જેમાં કરીના દીકરા તૈમૂરનો પર્ફોર્મન્સ જોવા ગઈ હતી. એ વખતે કરણ જોહરે તેનો વિડિયો લઈ લીધો હતો અને સાથે તેણે કહ્યું હતું કે જે લોકો એમ માનતા હોય કે કરીના ડાયટ પર છે તે લોકો જોઈ લે કે તે એક મોટું સમોસું ખાઈ રહી છે. કરણનાં બાળકો પણ આ જ સ્કૂલમાં ભણે છે.


