રાજ્યસભામાં ગુરુવારે મોડી રાત સુધી આ બિલ પર ચર્ચા ચાલી હતી
તૃણમૂલ કૉન્ગ્રેસે ગુરુવારે લગભગ આખી રાત સંસદ પરિસરમાં VB-G RAM-G બિલનો વિરોધ કર્યો હતો
ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે બનાવેલી મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી સ્કીમ (મનરેગા કાયદો)ને નાબૂદ કરીને એના સ્થાને વિકસિત ભારત-ગૅરન્ટી ફૉર રોજગાર ઍન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ) 2025, (VB-G-RAM-G) અથવા વીબી-જી રામ-જી બિલને વિપક્ષના જોરદાર વિરોધ છતાં રાજ્યસભા દ્વારા પણ પસાર કરવામાં આવ્યું છે.
રાજ્યસભામાં ગુરુવારે મોડી રાત સુધી આ બિલ પર ચર્ચા ચાલી હતી, જે દરમ્યાન વિપક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ અંતે બિલ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ આ બિલ લોકસભા દ્વારા પણ પસાર કરવામાં આવ્યું હતું. હવે જ્યારે એ સંસદનાં બન્ને ગૃહ દ્વારા પસાર થઈ ગયું છે ત્યારે એને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે જ્યાં રાષ્ટ્રપતિની મંજૂરી પછી આ બિલ કાયદો બનશે. આ બિલ દર વર્ષે ૧૨૫ દિવસની રોજગારીની ગૅરન્ટી આપે છે.


