Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરીના કપૂર અને શાહિદ કપૂરે જાળવી રાખી IIFAના મંચ પર એકબીજાને ભેટવાની પરંપરા

કરીના કપૂર અને શાહિદ કપૂરે જાળવી રાખી IIFAના મંચ પર એકબીજાને ભેટવાની પરંપરા

Published : 23 October, 2026 11:21 AM | Modified : 23 October, 2026 12:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહિદ કપૂર વાઇટ આઉટફિટમાં હતો જ્યારે વરુણ ધવન પણ પોતાના સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યો હતો. કરીના કપૂર અને રશ્મિકા મંદાનાએ પણ પોતાના ગ્લૅમરસ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમના અનેક વિડિયો પણ સામે આવ્યા છે.

શાહિદ-કરીનાની મુલાકાત

શાહિદ-કરીનાની મુલાકાત


ગઈ કાલે જાણીતા ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકૅડેમી (IIFA) અવૉર્ડ્‌સની ૨૭મી આવૃત્તિ એટલે કે IIFA 2027ની પ્રેસ-કૉન્ફરન્સ સાંતાક્રુઝ-ઈસ્ટની ગ્રૅન્ડ હયાત હોટેલમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં સલમાન ખાન સહિત બૉલીવુડના અનેક મોટા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. શાહિદ કપૂર વાઇટ આઉટફિટમાં હતો જ્યારે વરુણ ધવન પણ પોતાના સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યો હતો. કરીના કપૂર અને રશ્મિકા મંદાનાએ પણ પોતાના ગ્લૅમરસ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમના અનેક વિડિયો પણ સામે આવ્યા છે અને એક વિડિયોમાં ભૂતપૂર્વ પ્રેમીઓ શાહિદ અને કરીના ઑકવર્ડ થયા વગર એકબીજાને પ્રેમથી ભેટતાં જોવા મળે છે.  આ વિડિયોમાં જોઈ શકાય છે કે પહેલાં કરીનાએ શાહિદ સાથે કંઈક વાત કરી હતી અને ત્યાર બાદ બન્ને એકબીજાનું અભિવાદન કરીને ભેટ્યાં હતાં. આ દરમ્યાન બન્નેના ચહેરા પર સ્મિત પણ જોવા મળ્યું હતું. ગયા વર્ષે પણ શાહિદ અને કરીનાએ જયપુરમાં યોજાયેલા IIFA અવૉર્ડ્‌સમાં એકબીજાને ભેટીને આવકાર આપ્યો હતો. આ સમયે તેઓ લાંબા સમય બાદ જાહેરમાં પ્રેમથી સાથે જોવા મળતાં બધાને ભારે આશ્ચર્ચ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK