Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-2 નજીકની ગેરકાયદે મસ્જિદ તોડવા કિરીટ સોમૈયા ૨૪ ઑક્ટોબરે કાઢશે હથોડા રૅલી

મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-2 નજીકની ગેરકાયદે મસ્જિદ તોડવા કિરીટ સોમૈયા ૨૪ ઑક્ટોબરે કાઢશે હથોડા રૅલી

Published : 23 October, 2026 09:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંવેદનશીલ સિક્યૉરિટી ઝોનમાં VIP ગેટ નજીક ગેરકાયદે બાંધકામનો આક્ષેપ

ગઈ કાલે ટર્મિનલ-2 નજીકે કિરીટ સોમૈયાએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું

ગઈ કાલે ટર્મિનલ-2 નજીકે કિરીટ સોમૈયાએ વિરોધ-પ્રદર્શન કર્યું હતું


મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ-2 નજીક આવેલી ગેરકાયદે મસ્જિદના બાંધકામને તોડી પાડવાની માગણી સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ ૨૪ ઑક્ટોબરે ‘હથોડા રૅલી’ યોજવાની ગુરુવારે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઍરપોર્ટ જેવા અત્યંત સંવેદનશીલ સ્થળ નજીક આ પ્રકારનું માળખું રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે. મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ-2 નજીક ગુરુવારે વિરોધ-પ્રદર્શન કર્યા બાદ કિરીટ સોમૈયાએ આક્ષેપ કર્યો હતો કે VIP અરાઇવલ ગેટ અને ટૅક્સી સ્ટૅન્ડ નજીકના હાઈ-સિક્યૉરિટી ઝોનમાં આ મસ્જિદ ગેરકાયદે રીતે બાંધવામાં આવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે વિવિધ સરકારી એજન્સીઓ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) સાથે સતત પત્રવ્યવહાર કરવામાં આવ્યો હોવા છતાં સંબંધિત સત્તાવાળાઓ દ્વારા આ ગેરકાયદે બાંધકામ સામે હજી સુધી કોઈ કડક પગલાં કેમ લેવામાં આવ્યાં નથી.

મહારાષ્ટ્રની સ્કૂલોમાં દિવાળી વેકેશન બીજી નવેમ્બરથી : વિદ્યાર્થીઓને ૧૩ દિવસની રજા



મહારાષ્ટ્રની તમામ સ્કૂલોમાં આ વર્ષે વિદ્યાર્થીઓને દિવાળી માટે ૧૩ દિવસનું વેકેશન મળશે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા ૨૦૨૬-’૨૭ના શૈક્ષણિક કૅલેન્ડર અનુસાર રાજ્યભરની સ્કૂલો બીજી નવેમ્બરથી ૧૪ નવેમ્બર સુધી બંધ રહેશે. ત્યાર બાદ સોમવારે ૧૬ નવેમ્બરથી બીજું સત્ર શરૂ થતાં જ રાબેતા મુજબ શિક્ષણકાર્ય ફરી શરૂ થશે. આ શેડ્યુલ રાજ્યની તમામ માન્યતાપ્રાપ્ત પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલોને લાગુ પડશે. સેકન્ડરી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ સંદર્ભે પરિપત્ર જાહેર કરીને રજાઓની તારીખો વિશે સ્કૂલો અને વાલીઓને અગાઉથી જાણ કરવામાં આવી છે, જેથી તેઓ પોતાના તહેવારોનું આયોજન યોગ્ય રીતે 
કરી શકે.


ઉંબરમાળી-કસારા વચ્ચે અણધાર્યા મેગા બ્લૉકથી સેન્ટ્રલ રેલવેની ટ્રેનો ૩૦થી ૪૫ મિનિટ મોડી : લોકલ ટ્રેનો રોકીને એક્સપ્રેસ ટ્રેનોને રસ્તો અપાયો એટલે રોષે ભરાયેલા પ્રવાસીઓએ આપી રેલરોકો આંદોલનની ચીમકી

સેન્ટ્રલ રેલવે દ્વારા ઉંબરમાળી અને કસારા વચ્ચે કોઈ પણ પ્રકારની પૂર્વસૂચના વગર અણધાર્યો મેગા બ્લૉક લેવામાં આવતાં ગુરુવારે કલ્યાણ અને કસારા વચ્ચેની લોકલ ટ્રેન-સર્વિસ ૩૦થી ૪૫ મિનિટ મોડી દોડી હતી, જેને કારણે હજારો મુસાફરો રઝળી પડ્યા હતા. આ અણધારી સમસ્યાને કારણે સવારે ઑફિસ જતા નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા. આ ઉપનગરીય રૂટ પર વારંવાર સર્જાતી ટ્રેનોની અનિયમિતતાથી કંટાળેલા પ્રવાસીઓએ આખરે રેલરોકો આંદોલન કરવાની ચેતવણી આપી હતી. અસુવિધાથી નારાજ થયેલા અનેક પ્રવાસીઓએ સોશ્યલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. બ્લૉક દરમ્યાન લોકલ ટ્રેનોને અટકાવી રાખીને લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનોને આગળ જવા દેવામાં આવી રહી હતી, જેના કારણે લોકલ ટ્રેનોનું દૈનિક સમયપત્રક સાવ ખોરવાઈ ગયું હતું. રોષે ભરાયેલા મુસાફરોએ સેન્ટ્રલ રેલવે પર મનસ્વી રીતે ટ્રેનોનું સંચાલન કરવાનો અને આવી સમસ્યાઓ વિશે સમયસર પૂર્વમાહિતી ન આપવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. તેમણે રેલવે પ્રશાસનને ચેતવણી આપી હતી કે જો આ રોજેરોજના વિલંબની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓ પાટા પર ઊતરીને ઉગ્ર રેલરોકો આંદોલન કરશે.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK