Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિક આર્યનની શ્રીલીલા સાથેની રોમૅન્ટિક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ

કાર્તિક આર્યનની શ્રીલીલા સાથેની રોમૅન્ટિક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ

Published : 01 August, 2026 05:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યાર સુધી ફિલ્મના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ હવે ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે અપડેટ આપતાં જણાવ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે એની રિલીઝ-તારીખ નક્કી કરવામાં આવી રહી છે.

કાર્તિક આર્યનની શ્રીલીલા સાથેની રોમૅન્ટિક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ

કાર્તિક આર્યનની શ્રીલીલા સાથેની રોમૅન્ટિક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ


ડિરેક્ટર અનુરાગ બાસુની આગામી રોમૅન્ટિક ફિલ્મમાં કાર્તિક આર્યન અને શ્રીલીલાની જોડી જોવા મળશે. અત્યાર સુધી ફિલ્મના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ હવે ફિલ્મના નિર્માતા ભૂષણ કુમારે અપડેટ આપતાં જણાવ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને હવે એની રિલીઝ-તારીખ નક્કી કરવામાં આવી રહી છે.

ફિલ્મના નામની વાત કરીએ તો શરૂઆતમાં એને ‘આશિકી 3’ તરીકે ઓળખાવવામાં આવી રહી હતી. જોકે પછી પ્રોડ્યુસર ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટ વચ્ચે ફિલ્મના ટાઇટલને લઈને કાનૂની વિવાદ સર્જાયો હતો, જે કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ કેસમાં મુકેશ ભટ્ટના પક્ષમાં નિર્ણય આવ્યો હતો અને ત્યાર બાદ ફિલ્મમાંથી ‘આશિકી 3’નું ટાઇટલ હટાવી દેવામાં આવ્યું હતું. હાલમાં પણ ફિલ્મના નવા નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK