હવે કૅટરિનાએ લંડનથી પોતાની નવી ગ્લૅમરસ તસવીરો શૅર કરીને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો છે.
કૅટરિના કૈફ
કૅટરિના કૈફ દીકરા વિહાન કૌશલની મમ્મી બન્યા પછી લાંબા સમય પછી હાલમાં જાહેરમાં જોવા મળી હતી. આ સમયે તેના વધેલા વજનને લઈને કેટલાક લોકોએ તેને ટ્રોલ કરી હતી. હવે કૅટરિનાએ લંડનથી પોતાની નવી ગ્લૅમરસ તસવીરો શૅર કરીને ટ્રોલ કરનારાઓને જવાબ આપ્યો છે.
કૅટરિના પોતાના સૌંદર્યપ્રસાધનોની બ્રૅન્ડ ‘કે બ્યુટી’ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આયોજિત પ્રમોશનલ કાર્યક્રમમાં ભાગ લેવા લંડન ગઈ હતી. ત્યાંથી તેણે પોતાની કેટલીક નવી તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં તેનો ગ્લૅમરસ અંદાજ અને સ્ટાઇલિશ સ્વૅગ જોવા મળે છે. તસવીરો શૅર કરતાં કૅટરિનાએ કૅપ્શનમાં લખ્યું હતું કે તે ‘કે બ્યુટી’ સાથે લંડનના ખાસ પળોનો હિસ્સો બની છે. તેણે ટીમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘બ્રિટનમાં ‘કે બ્યુટી’ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે અને બધું ખૂબ જ શાનદાર છે.’
