Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મેડિકલ હેલ્થ રિસૉર્ટમાં જવાની જરૂર કેમ પડી કૅટરિના કૈફને?

મેડિકલ હેલ્થ રિસૉર્ટમાં જવાની જરૂર કેમ પડી કૅટરિના કૈફને?

26 July, 2024 07:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી હતી, ‘અહીં રહીને મને અદ્ભુત અનુભવ થયો છે`

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ


કૅટરિના કૈફ હાલમાં ઑસ્ટ્રિયામાં આવેલા મેડિકલ હેલ્થ રિસૉર્ટમાં નિરાંત અનુભવી રહી છે. ત્યાં જઈને તેને ખૂબ શાંતિ મળી છે અને ફરી પાછી ત્યાં જવાની તેની ઇચ્છા છે. એ રિસૉર્ટની આસપાસના કુદરતી વાતાવરણના કેટલાક ફોટો તેણે શૅર કર્યા છે. એ રિસૉર્ટમાં રોકાવાની તેના ચહેરા પર સ્માઇલ અને ખુશી સ્પષ્ટ દેખાઈ આવે છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન આપી હતી, ‘અહીં રહીને મને અદ્ભુત અનુભવ થયો છે. અહીં આવીને બધું થોડા સમય માટે થંભી જાય છે અને એક શાંત વાતાવરણમાં હોવાનો અહેસાસ થાય છે. દરરોજ તળાવની આસપાસ વૉક કરીને જે અનુભવ થયો છે એને શબ્દોમાં નથી વર્ણવી શકતી. આખી ટીમે જે ઉમળકો દેખાડ્યો અને કાળજી લીધી અને સાથે જ અનેક થેરપિસ્ટનું જ્ઞાન શાનદાર હતું. અહીં હું ફરી પાછી આવીશ.’


Whatsapp-channel Whatsapp-channel

26 July, 2024 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK