Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૌથી મહત્ત્વનું સુંદર દેખાવાનું નથી પણ સારી લાગણી અનુભવવાનું છે

સૌથી મહત્ત્વનું સુંદર દેખાવાનું નથી પણ સારી લાગણી અનુભવવાનું છે

Published : 20 September, 2026 10:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅટરિના કૈફે તેના બૉડી-શેમિંગ વિશે વ્યક્ત કર્યા પોતાના વિચારો

કૅટરિના કૈફ

કૅટરિના કૈફ


કૅટરિના કૈફે પોતાના પોસ્ટપાર્ટમ લુકને લઈને થયેલા બૉડી-શેમિંગ બાદ પહેલી વખત આ મુદ્દે વાત કરી છે. હાલમાં પતિ વિકી કૌશલ સાથે જાહેરમાં જોવા મળેલી કૅટરિનાના વજન અને દેખાવ વિશે અનેક કમેન્ટ્સ થઈ હતી. હવે કૅટરિનાએ કહ્યું છે કે માતૃત્વ પછી તેનો સુંદરતાને જોવાનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
કૅટરિનાએ પોતાના અભિગમ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે કે પહેલાં તે સુંદર દેખાવા પર વધુ ધ્યાન આપતી હતી, પણ હવે તેના માટે પોતાની જાતને સ્વસ્થ અને ખુશ અનુભવવાનું વધારે મહત્ત્વનું છે. 
સુંદરતા વિશે વાત કરતાં કૅટરિનાએ કહ્યું હતું કે ‘પ્રસૂતિ બાદ શરીર અને ત્વચામાં આવતા ફેરફારો કુદરતી છે અને હવે હું પોતાની ત્વચાની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કરું છું. મમ્મી બન્યા પછી મારી ત્વચા વધારે સંવેદનશીલ બની ગઈ છે. મને લાગે છે સૌથી મહત્ત્વનું સુંદર દેખાવાનું નથી પણ સારી લાગણી અનુભવવાનું છે. ફિલ્મોના સેટ, રેડ કાર્પેટ અને ફૅશનજગતમાં વર્ષો સુધી કામ કર્યા બાદ પણ મમ્મી બન્યા પછી મારી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ છે. હવે હું સૌંદર્યના કોઈ નિશ્ચિત માપદંડને અનુસરવા કરતાં મારા શરીર માટે શું યોગ્ય છે એના પર વધું ધ્યાન આપું છું.’


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2026 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK