ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
જો તમે કોઈ અન્ય શહેરમાં કે દેશમાં સ્થળાંતર કરવા માગતા હો તો પૂરતું સંશોધન કરો અને વાસ્તવિક દૃષ્ટિકોણ રાખો. માત્ર અંતઃ સ્ફુરણા પર આધારિત રહીને ઉતાવળમાં કે આવેશમાં લીધેલા નિર્ણયો હંમેશાં હિતકારી સાબિત થતા નથી. સંબંધો પર થોડું વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે. વડીલોએ તેમના શારીરિક સ્વાસ્થ્યની સાથે-સાથે માનસિક અને ભાવનાત્મક સુખાકારીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
લિબ્રા વિશે બધું જ
લિબ્રા રાશિના જાતકો તેમના આકર્ષણ, શાલીનતા અને કુશળ વ્યવહાર (ડિપ્લોમસી) માટે જાણીતા છે. તેમના માટે સૌંદર્યબોધ ખૂબ મહત્ત્વનો હોય છે અને સામાન્ય રીતે તેમની શૈલીની સમજ (સેન્સ ઑફ સ્ટાઇલ) ખૂબ જ ઉત્તમ હોય છે. તેઓ ન્યાયની પ્રબળ ભાવના ધરાવે છે અને સાચા-ખોટાના મામલે આદર્શવાદી વલણ અપનાવી શકે છે. આ રાશિના લોકો બુદ્ધિશાળી અને હાજરજવાબી હોય છે, જેને કારણે તેમની સાથેનો સંગાથ ખૂબ જ રસપ્રદ બની રહે છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
જો તમારે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવો હોય તો તમારી અંતઃ સ્ફુરણાનું સાંભળો. જે બાબતોનું કોઈ મૂલ્ય નથી એના પર સમય અને પૈસા ન બગાડો.
લાઇફ ટિપ : ભયને છોડી દો અને અલગ રીતે કામ કરવા માટે તૈયાર રહો. સાથે જ બેફામ કે અવિચારી બન્યા વિના પોતાની જાત પર વિશ્વાસ રાખો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
તમે મિત્રની સાથે સખત અસંમત હો તો પણ તેની સાથે દલીલમાં પડશો નહીં. બાળક ઇચ્છતા દંપતીને તબીબી સહાયની જરૂર પડી શકે છે.
લાઇફ ટિપ : કોઈ પણ જાતની શંકાઓને બાજુ પર રાખો અને તમારાં લક્ષ્યો પર એક જ દિમાગથી કામ કરો. તમે જે વિચારો છો એના કરતાં તમે વધુ સક્ષમ છો.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
તમારી કારકિર્દીમાં સ્થિરતા પર ધ્યાન આપો અને પ્રગતિ ધીમી હોય તો ધીરજ રાખો. જો તમે ઘરની સજાવટ કે રિનોવેશન કરી રહ્યા હો તો બજેટનું પાલન કરો.
લાઇફ ટિપ : તમારા જીવનના દરેક પાસાને જરૂરી મહત્ત્વ આપો, કારણ કે તમે એમ કરી શકો છો. પરિવાર અને નજીકના મિત્રોને હળવાશથી ન લો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
તમારાં લક્ષ્યોને હાંસલ કરવા માટે જરૂરી મહેનત કરવા તૈયાર રહો. સર્જનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય સકારાત્મક છે.
લાઇફ ટિપ : તમારી પોતાની ઓળખ અને વ્યક્તિત્વ પર ધ્યાન આપો. તમે કેટલી પ્રગતિ કરી છે અને ભવિષ્યમાં ક્યાં પહોંચી શકો છો એ વિચારો. તમારા વ્યક્તિત્વનું શ્રેષ્ઠ સ્વરૂપ બનો.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને પ્રોજેક્ટ્સ ધરાવતા લોકો માટે આ સમય સકારાત્મક છે. જો તમારું બજેટ મર્યાદિત હોય તો બિનજરૂરી ખર્ચમાં સંપૂર્ણપણે કાપ મૂકો.
લાઇફ ટિપ : જે કહેવું હોય એ સ્પષ્ટ કહો અને જે કહો એ સાચા મનથી કહો. વચન કે પ્રતિબદ્ધતા ત્યારે જ આપો જ્યારે તમે એને નિભાવવાનો પૂરો ઇરાદો ધરાવતા હો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
કોઈ પણ ફેરફાર ત્યારે જ કરો જો તમને ખાતરી હોય કે તમે એનાં પરિણામો સંભાળી શકશો. જેમને હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા છે તેમણે પોતાની થોડી વિશેષ કાળજી લેવી જોઈએ.
લાઇફ ટિપ : તમારાં સપનાં, અચાનક થતો આભાસ અને તમારું શરીર તમને જે સંકેતો આપી રહ્યું હોય એના પર ધ્યાન આપો. તમારી અંતઃ સ્ફુરણા ખૂબ જ પ્રબળ છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
પરંપરાગત સંસ્થામાં કામ કરતા લોકોએ કંપનીના નિયમો અને કાર્યપદ્ધતિનું ખૂબ જ કાળજીપૂર્વક પાલન કરવું જરૂરી છે. ઇચ્છાઓ વિશે સ્પષ્ટ રહો. અવિવાહિતો માટે આ સમય સકારાત્મક છે.
લાઇફ ટિપ : તમારા જીવનની સફરમાં તમે અત્યારે કયા તબક્કે છો એનું સારી રીતે અવલોકન કરો અને તમને શ્રેષ્ઠ બનતા અટકાવતી બાબતો પર કામ કરો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કોઈ પણ રિલેશનશિપ સંબંધી સમસ્યાથી થોડા પાછળ હટીને એને ભાવનાત્મકને બદલે વાસ્તવિક દૃષ્ટિકોણથી ઉકેલો. તમારા બૉસ સાથે સમજદારીપૂર્વક વ્યવહાર કરો.
લાઇફ ટિપ : ન્યાયની ભાવના અપનાવો અને વાટાઘાટો કરવા તેમ જ સમાધાન કરવા માટે પણ તૈયાર રહો. યાદ રાખો કે તમારાં કાર્યો માટે તમે પોતે જ જવાબદાર છો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
તમે મુશ્કેલીમાં લાગણીઓને વચ્ચે લાવશો તો બાબતોને સ્પષ્ટ રીતે સમજવી પડકારજનક બની જશે. તમને સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા હોય તો તમે શું ખાઓ છો એ બાબતે ધ્યાન રાખો.
લાઇફ ટિપ : નવી તકોને અપનાવો અને યાદ રાખો કે કોઈ પણ અવરોધ માત્ર કામચલાઉ હોય છે. સ્પષ્ટતા સાથે તમારાં લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
બોલતાં પહેલાં વિચારો અને મહત્ત્વપૂર્ણ ચર્ચા કરતી વખતે મુખ્ય વિષય પર જ ધ્યાન કેન્દ્રિત કરો. આર્થિક પડકારોનો સામનો કરનારા લોકોએ પોતાની જીવનશૈલી સરળ બનાવવી જોઈએ.
લાઇફ ટિપ : મોટાં લક્ષ્યોને હાંસલ કરવાની દિશામાં આગળ વધતી વખતે ખુશી આપતી નાની બાબતોનો પણ આનંદ માણો. યાદ રાખો કે ખુશી એ એક યાત્રા છે, કોઈ અંતિમ મુકામ નથી.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
કોઈ પણ પડકારનો સામનો સ્થિર અને ઇમોશનલ બન્યા વિના કરો. માત્ર દેખાડો કરવા માટે કે FOMO (ફિયર ઑફ મિસિંગ આઉટ)ને કારણે વસ્તુઓ પાછળ ખર્ચ કરવાનું ટાળો.
લાઇફ ટિપ : યાદ રાખો કે જ્યારે તમને લાગે કે તમે કોઈ પરિસ્થિતિમાં તળિયે પહોંચી ગયા છો ત્યારે સૌથી ખરાબ સમય વીતી ગયો હોય છે અને હવે માત્ર ઉપર તરફ જ જવાનું બાકી હોય છે.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં જરૂરી તમામ માહિતી મેળવી લો. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો કરી રહેલા બિઝનેસમેનો માટે આ સમય સકારાત્મક છે.
લાઇફ ટિપ : તમારી અંતઃ સ્ફુરણાનું સાંભળો. જો તમે સંવેદનશીલ છો તો એનો ઉપયોગ તમારા માટે સુપરપાવર બની શકે છે. તમે પોતે તમારા માર્ગદર્શક બનો.
