Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શેરશાહના શૂટિંગ દરમ્યાન કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું થઈ ગયું હતું બ્રેકઅપ

શેરશાહના શૂટિંગ દરમ્યાન કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું થઈ ગયું હતું બ્રેકઅપ

Published : 16 November, 2026 12:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની લવસ્ટોરી ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર શરૂ થઈ હતી

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા

કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા


કિઆરા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની લવસ્ટોરી ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર શરૂ થઈ હતી. જોકે આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બન્ને વચ્ચે થોડા સમય માટે બ્રેકઅપ પણ થયું હતું. ત્યાર બાદ ફરી તેમનો પ્રેમસંબંધ શરૂ થયો હતો. ‘કૉફી વિથ કરણ’માં કિઆરાએ ખુલાસો કર્યો હતો કે સિદ્ધાર્થ ફિલ્મના શૂટિંગ માટે કારગિલ જવાનો હતો એ પહેલાં બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું. સિદ્ધાર્થ કારગિલ જવા રવાના થાય એના આગલા દિવસે કિઆરાએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘તું મારી સાથે ક્યારેક ખૂબ પ્રેમથી વર્તે છે તો ક્યારેક સાવ અલગ જ હોય છે. મારા માટે તો તું કાં તો રિલેશનશિપમાં છે અથવા નથી. આ વચ્ચેની સ્થિતિ હું સમજી શકતી નથી અને મારાથી આવું નહીં થઈ શકે.’

આ વાતચીત બાદ બન્નેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો અને જીવન તેમને ક્યાં લઈ જાય છે એ જોવા માટે પોતપોતાના રસ્તે આગળ વધ્યાં હતાં.



ફિલ્મનું શૂટિંગ કારગિલમાં આગળ વધ્યું હતું. ત્યાં સિદ્ધાર્થે લગભગ એક મહિના સુધી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં શૂટિંગ કર્યું હતું. આ અનુભવ વિશે વાત કરતાં કિઆરાએ કહ્યું હતું કે ‘કારગિલમાં નેટવર્ક નહોતું અને ત્યાં ઘણું બધું ચાલી રહ્યું હતું. આમ છતાં દરરોજ શૂટિંગ પૂરું થયા પછી તે રાત્રે મને ફોન કરતો હતો. અમે સતત ૩૦ દિવસ સુધી વાત કરી હતી. આમ સત્તાવાર રીતે અમારો પ્રેમસંબંધ કારગિલમાં જ શરૂ થયો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

16 November, 2026 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK