કિઆરા અડવાણીએ ચેન્નઈમાં યોજાયેલી ‘ટૉક્સિક’ની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં મેટાલિક બ્રૉન્ઝ કૉર્સેટ સાથે બોલ્ડ અને એલિગન્ટ લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું. સ્ટ્રૅપલેસ નેકલાઇન અને ફિટેડ ડિઝાઇને તેના લુકને ખાસ બનાવ્યો.
કિઆરા અડવાણી
કિઆરા અડવાણી એક વર્ષની દીકરી સારાયાહ મલ્હોત્રાની મમ્મી હોવા છતાં તેણે પોતાનું પર્ફેક્ટ ફિગર જાળવી રાખ્યું છે. હાલમાં તેણે ચેન્નઈમાં યોજાયેલી પોતાની ફિલ્મ ‘ટૉક્સિક’ની પ્રી-રિલીઝ ઇવેન્ટમાં પોતાના બોલ્ડ અને એલિગન્ટ ફૅશન લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ આખા લુકનું મુખ્ય આકર્ષણ મેટાલિક બ્રૉન્ઝ કૉર્સેટ હતું. આ કૉર્સેટમાં બારીક ટેક્સ્ચર અને વર્ટિકલ પૅનલ્સ ઉમેરવામાં આવ્યાં હતાં જેના કારણે એની ચમક હાઇલાઇટ થતી હતી. આ કૉર્સેટની સ્ટ્રૅપલેસ નેકલાઈને કિઆરાના શોલ્ડર્સને સુંદર રીતે હાઇલાઇટ કર્યા હતા, જ્યારે ફિટેડ ડિઝાઇને સમગ્ર લુકને પાવરફુલ અપીલ આપી હતી.
