° °

આજનું ઇ-પેપર
Saturday, 04 December, 2021


‘આદિપુરુષ’નું શૂટિંગ પૂરું કર્યું ક્રિતી સૅનને

18 October, 2021 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ મહાકાવ્ય રામાયણ પરથી બનાવવામાં આવી છે

ક્રિતી સૅનન પ્રભાસ સાથે

ક્રિતી સૅનન પ્રભાસ સાથે

ક્રિતી સૅનને હાલમાં ‘આદિપુરુષ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં તે જાનકીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ મહાકાવ્ય રામાયણ પરથી બનાવવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસ રામના પાત્રમાં અને સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં જોવા મળશે. થોડા સમય અગાઉ સૈફે પણ પોતાના ભાગનું શૂટિંગ પૂરું કરી લીધું હતું. આ ફિલ્મને ૨૦૨૨ની ૧૧ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ ક્રિતીએ કેક કટિંગ કરી હતી એનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ક્રિતીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વાસ નથી બેસતો કે આ જર્નીનો અંત આવી ગયો છે. મારું દિલ ભરાઈ આવ્યું છે કે મેં આ સુપર સ્પેશ્યલ પાત્ર પૂરું કર્યું છે. હું અતિશય ગર્વ અનુભવું છું કે મેં જાનકીનું પાત્ર ભજવ્યું. તેનું પ્રેમાળ હૃદય, પવિત્ર આત્મા અને અતૂટ શક્તિ જે હંમેશાં મારી સાથે રહેશે. ઓમ રાઉતનો આભાર કે તેમણે મને જાનકી ભજવવા દીધી અને મારા પર ભરોસો મૂક્યો કે હું આ પાત્રને જવાબદારીપૂર્વક ભજવી શકીશ. આ જર્ની દરમ્યાન મારો હાથ પકડી રાખવા બદલ અને મારી અંદર એને જોવા બદલ આભાર. તમારું વિઝન અતુલનીય છે. વિશ્વના લોકો પણ એને જુએ એ માટે હું આતુર છું. ‘આદિપુરુષ’ પર મને હંમેશાં ગર્વ રહેશે. પ્રભાસ, સૈફ અલી ખાન અને સની સિંહ સાથે કામ કરવાની ખૂબ મજા પડી. આશા છે કે ભવિષ્યમાં હજી પણ આપણે સાથે કામ કરીએ. તમને બધાને ખૂબ મિસ કરીશ.’

18 October, 2021 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પંજાબમાં પ્રદર્શનકારીઓએ કંગનાની કારને રોકી, વીડિયો શેર કરી અભિનેત્રીએ કહ્યું..

પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતી કંગના ફરી મુશ્કેલીમાં આવી છે.

03 December, 2021 06:31 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

જ્યારે સોનમ કપૂરને પણ કરવી પડી હતી વેઈટ્રેસની નોકરી... જાણો વધુ

અનુપમ ખેર શો માં પહોંચેલી અભિનેત્રી સોનમ કપૂરે આ વાતનો ખુલાસો કર્યો હતો.

03 December, 2021 06:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સમીર સોની બન્યો લેખક

સમીર સોની હવે ‘માય એક્સ્પીરિયન્સ વિથ સાઇલન્સ’ દ્વારા લેખક બની ગયો છે.

03 December, 2021 01:48 IST | mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK