લગાનના સ્પેશ્યલ સ્ક્રીનિંગના લુક પાછળ કરીના કપૂરે અંદાજે કર્યો છે ૧.૩ લાખ રૂપિયા જેટલો ખર્ચ
કરીના કપૂર ખાન ખૂબ જ ગ્લૅમરસ અંદાજમાં જોવા મળી હતી
આમિર ખાનના પ્રોડક્શન-હાઉસે નિર્માણ કરેલી ફિલ્મ ‘લગાન’ની રિલીઝને ગઈ કાલે ૨૫ વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગનું સેલિબ્રેશન કરવા માટે આમિર ખાન અને ડિરેક્ટર આશુતોષ ગોવારીકરે શનિવારે ફિલ્મના એક સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું જેમાં સલમાન ખાન સહિત બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે કરીના કપૂર ખાન ખૂબ જ ગ્લૅમરસ અંદાજમાં જોવા મળી હતી અને તેના આકર્ષક ગુલાબી ડ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. બનારસી સિલ્કના અંદાજે ૪૧,૯૭૫ રૂપિયાની કિંમત ધરાવતા આ ડ્રેસની ડિઝાઇન પ્રસિદ્ધ ચિત્રકાર અમૃતા શેરગિલની કલાત્મક કૃતિઓથી પ્રેરિત હતી. કરીનાએ આ લુક સાથે એક લક્ઝરી બ્રૅન્ડની સૅટિન હીલ્સ પસંદ કરી હતી. આ નકશીદાર સૅન્ડલ્સની કિંમત અંદાજે ૯૨ હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. હાથથી તૈયાર કરાયેલાં આ સૅન્ડલ્સે તેના સમગ્ર લુકમાં વધુ ગ્લૅમર ઉમેર્યું હતું. આ એક જોડી સૅન્ડલ લગભગ ૩૦ ભાગોને કારીગરો દ્વારા હાથથી જોડીને બનાવવામાં આવે છે. આ લુકને કમ્પ્લીટ કરવા માટે કરીનાએ જડાઉ ઝૂમકાં, ન્યુડ ટોન મેકઅપ અને ડાર્ક કાજલ પસંદ કર્યાં હતાં. આમ કરીનાએ તેના આ સ્ટાઇલિશ લુક પાછળ કુલ મળીને અંદાજે ૧.૩ લાખ રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો.
