Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે અટકાવી લૉરેન્સ ઑફ પંજાબની રિલીઝ

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે અટકાવી લૉરેન્સ ઑફ પંજાબની રિલીઝ

Published : 26 April, 2026 10:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ પોલીસ તરફથી પણ મંત્રાલયને સૂચના આપવામાં આવી હતી કે જો આવી સિરીઝને રિલીઝ કરવાની મંજૂરી અપાશે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે. 

લૉરેન્સ ઑફ પંજાબ

લૉરેન્સ ઑફ પંજાબ


ઝી5 પર રિલીઝ થનારી ડૉક્યુ-સિરીઝ ‘લૉરેન્સ ઑફ પંજાબ’ એની રિલીઝ પહેલાં જ ભારે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં જ એનું ટ્રેલર રિલીઝ થયું હતો અને સિરીઝ આ જ મહિને રિલીઝ થવાની હતી. જોકે હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે એની રિલીઝ  અટકાવી દીધી છે. મંત્રાલયે OTT પ્લૅટફૉર્મ ઝી5ને આ સિરીઝ રિલીઝ ન કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ મામલે OTT પ્લૅટફૉર્મ ઝી5ને સત્તાવાર પત્ર લખ્યો છે. પંજાબ કૉન્ગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વોરિંગે પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ પત્ર પણ શૅર કર્યો છે. પત્રમાં સ્પષ્ટપણે વેબ-સિરીઝને રિલીઝ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પત્રમાં જાહેર કરાયેલી OTT માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે જો આવી વેબ-સિરીઝને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે તો સમાજમાં ગુનાખોરી વધવાની શક્યતા વધી શકે છે. આ કારણસર એને રિલીઝ ન કરવાનો નિર્ણય યોગ્ય માનવામાં આવ્યો છે. મંત્રાલયે પોતાના પત્રમાં વધુમાં કહ્યું છે કે ગૅન્ગસ્ટર અને ગુનેગારો પર આધારિત વેબ-સિરીઝ રિલીઝ કરતાં પહેલાં સંપૂર્ણ વિવેકનો ઉપયોગ કરવો જોઈએ અને એ પછી જ કોઈ અંતિમ નિર્ણય લેવો જોઈએ. પત્રમાં જણાવાયું છે કે આવા પ્રકારની વેબ-સિરીઝમાં યુવાનોને ગેરમાર્ગે દોરવાની સંપૂર્ણ ક્ષમતા હોય છે, કારણ કે એમાં ઘણી વાર ગુનાહિત ઘટનાઓને સામાન્ય અથવા આકર્ષક રીતે રજૂ કરવાનો પ્રયાસ થાય છે જેના કારણે યુવાનો ભ્રમિત થઈ શકે છે. પંજાબ પોલીસ તરફથી પણ મંત્રાલયને સૂચના આપવામાં આવી હતી કે જો આવી સિરીઝને રિલીઝ કરવાની મંજૂરી અપાશે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે. 

શું છે લૉરેન્સ ઑફ પંજાબમાં?



‘લૉરેન્સ ઑફ પંજાબ’ ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત એક વેબ-સિરીઝ અથવા ડૉક્યુમેન્ટરી છે. આ સિરીઝ લૉરેન્સ બિશ્નોઈના એક સામાન્ય વિદ્યાર્થીમાંથી ગૅન્ગસ્ટર બનવા સુધીની સફર અને ગુનાહિત જગતને દર્શાવે છે


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 10:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK