Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિએ પાંચ કલાક મતદાન-બૂથની બહાર રાહ જોઈ, આખરે પત્ની ઝડપાઈ ગઈ

પતિએ પાંચ કલાક મતદાન-બૂથની બહાર રાહ જોઈ, આખરે પત્ની ઝડપાઈ ગઈ

Published : 26 April, 2026 02:07 PM | IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે વર્ષ પહેલાં પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને પકડવા પતિએ પાંચ કલાક મતદાન-બૂથની બહાર રાહ જોઈ, આખરે પત્ની ઝડપાઈ ગઈ

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ગુરુવારે મતદાન થયું. જોકે એક યુવક બે વર્ષથી જાણે આ જ દિવસની રાહ જોઈ રહ્યો હતો. વાત એમ હતી કે તેની પત્ની બે વર્ષ પહેલાં કોઈને કહ્યા વિના તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેને ખાતરી હતી કે પત્ની મતદાન કરવા માટે પોલ‌િંગ બૂથ પર આવશે. એ વખતે પત્નીને પકડીને તેને બરાબર પાઠ ભણાવવાનું તેણે નક્કી કરી લીધેલું. ગુરુવારે વહેલી સવારે આ ભાઈ પોતાના મતદાનમથકે પહોંચી ગયા હતા. તારાવાડી ગામની એક સ્કૂલમાં તેમનું બૂથ હતું. અહીં તે સવારથી ચૂપચાપ ખૂણામાં ઊભો હતો. કોઈની સાથે વાતચીત કર્યા વિના ટસનો મસ થયા વિના તે ત્યાં જ ઊભો હતો. બપારે બે વાગ્યાના અરસામાં તેની તપસ્યા ફળી. તેની પત્ની મત આપવા આવી અને આ ભાઈએ તેના વાળ ખેંચીને તેને પકડી લીધી. ત્યાંની સિક્યૉરિટીએ તરત જ આવીને પેલી મહિલાને છોડાવી લીધી. જોકે જ્યારે પેલા માણસે પોતાની આપવીતી કહી ત્યારે ત્યાં ઊભેલા સૌ દંગ રહી ગયા. પતિને એટલો ગુસ્સો હતો કે તે કહેતો હતો કે તેની પત્નીને મત આપવા જ ન દેવો જોઈએ, પણ તેનું કંઈ ચાલ્યું નહીં. પોલીસોએ પેલી મહિલા સુરક્ષિત જતી રહે ત્યાં સુધી યુવકને પકડી રાખ્યો હતો. ચૂંટણી-અધિકારીઓનું કહેવું છે કે તેમણે આ પહેલાં ક્યારેય મતદાનમથક પર આવો કેસ જોયો નથી.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 02:07 PM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK