Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માધુરી દીક્ષિત ભાડે લીધેલી ઑફિસ માટે પાંચ વર્ષમાં ચૂકવશે કુલ ૨.૮૧ કરોડ રૂપિયા

માધુરી દીક્ષિત ભાડે લીધેલી ઑફિસ માટે પાંચ વર્ષમાં ચૂકવશે કુલ ૨.૮૧ કરોડ રૂપિયા

Published : 28 March, 2026 06:09 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં એક કમર્શિયલ ઑફિસ-સ્પેસ લીઝ પર લીધી છે. પ્રૉપર્ટી ડૉક્યુમેન્ટ્સ મુજબ આ ઑફિસ પાંચ વર્ષ (૬૦ મહિના) માટે લેવામાં આવી છે અને કુલ ભાડું આશરે ૨.૮૧ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત


માધુરી દીક્ષિતે લોઅર પરેલમાં એક કમર્શિયલ ઑફિસ-સ્પેસ લીઝ પર લીધી છે. પ્રૉપર્ટી ડૉક્યુમેન્ટ્સ મુજબ આ ઑફિસ પાંચ વર્ષ (૬૦ મહિના) માટે લેવામાં આવી છે અને કુલ ભાડું આશરે ૨.૮૧ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ કમર્શિયલ યુનિટ વન લોઢા પ્લેસમાં સ્થિત છે. એનો કાર્પેટ એરિયા આશરે ૭૩૧ સ્ક્વેર ફુટ છે. આ ડીલમાં એક કાર પાર્કિંગ-સ્પેસ પણ સામેલ છે. આ ટ્રાન્ઝૅક્શન માટે આશરે ૭૨,૬૦૦ રૂપિયા સ્ટૅમ્પ-ડ્યુટી અને ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન-ચાર્જ તરીકે ચૂકવવામાં આવ્યા છે. સાથે જ ૧૭ લાખ રૂપિયાની સિક્યૉરિટી ડિપોઝિટ પણ આપવામાં આવી છે.

ડૉક્યુમેન્ટ્સ અનુસાર ભાડાની શરૂઆત પ્રથમ વર્ષમાં દર મહિને ૪.૨૫ લાખથી થશે અને ત્યાર બાદ દર વર્ષે લગભગ પાંચ ટકાનો વધારો થશે. આમ ભાડું બીજા વર્ષે ૪.૪૬ લાખ પ્રતિ મહિના, ત્રીજા વર્ષે ૪.૬૮ લાખ પ્રતિ મહિના, ચોથા વર્ષે ૪.૯૧ લાખ પ્રતિ મહિના અને પાંચમા વર્ષે ૫.૧૬ લાખ પ્રતિ મહિના હશે. આ રીતે કુલ પાંચ વર્ષમાં ભાડાની રકમ ૨.૮૧ કરોડ રૂપિયા સુધી પહોંચશે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2026 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK