હાલમાં તે ટ્રોલિંગનો ભોગ બની હતી, પણ એ વાતની તેના પર કોઈ અસર નથી પડી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
માધુરી દીક્ષિતે હાલમાં ટૉરોન્ટોમાં એક ‘દિલ સે... માધુરી’ નામની ઇવેન્ટમાં ડાન્સ પર્ફોર્મન્સ આપ્યો હતો. જોકે આ શોમાં ડાન્સ કરતાં વધારે સમય ટૉક-શો માટે ફાળવવામાં આવ્યો હોવાને કારણે ઘણા લોકોએ આ ઇવેન્ટને ‘પૈસા અને સમયની બરબાદી’ ગણાવીને તેને ટ્રોલ કરી હતી.
આ ટ્રોલિંગ બાદ ઇવેન્ટ-આયોજક કંપનીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, પણ માધુરીએ આ મામલે ચૂપ રહેવાનું વલણ અપનાવ્યું છે. આ સ્થિતિમાં હવે માધુરીનો એક નવો વિડિયો સામે આવ્યો છે જે ફૅન્સ વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં માધુરીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો પોસ્ટ કરીને કૅપ્શન લખી છે, ‘યે વાદિયાં, યે ખામોશી ઔર બસ એક પલ...’
ADVERTISEMENT
આ વિડિયોમાં માધુરી હરિયાળીથી ઘેરાયેલી સુંદર વાદીઓમાં સ્ટાઇલિશ લુકમાં આરામથી વેકેશન માણી રહી છે અને જાણે કહી રહી છે કે મારા પર ટ્રોલિંગની કોઈ અસર નથી થતી.


