Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૫૦ રૂપિયામાં ધુરંધર:ધ રિવેન્જ દેખાડતા લોકો સામે મહારાષ્ટ્ર સાઇબર પોલીસની લાલ આંખ

૫૦ રૂપિયામાં ધુરંધર:ધ રિવેન્જ દેખાડતા લોકો સામે મહારાષ્ટ્ર સાઇબર પોલીસની લાલ આંખ

Published : 09 April, 2026 04:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ધુરંધર: ધ રિવેન્જ’ લીક થવાના મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં મહારાષ્ટ્ર સાઇબર પોલીસે અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કૉપીરાઇટ ઉલ્લંઘન હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે જે ફિલ્મ-ઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)


સુપરહિટ ફિલ્મ ‘ધુરંધર: ધ રિવેન્જ’ લીક થવાના મામલે મોટો ખુલાસો થયો છે. આ કેસમાં મહારાષ્ટ્ર સાઇબર પોલીસે અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે કૉપીરાઇટ ઉલ્લંઘન હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી છે જે ફિલ્મ-ઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

સાઇબર પોલીસના જણાવ્યા મુજબ આ કેસ કૉપીરાઇટ ઍક્ટની કલમ ૫૧ હેઠળ નોંધાયો છે. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે કેટલાક લોકોએ ટેલિગ્રામ નામના ડિજિટલ પ્લૅટફૉર્મ પર ગ્રુપ બનાવીને ‘ધુરંધર : ધ રિવેન્જ’ને ગેરકાયદે રીતે શૅર કરી હતી. આ લોકો ડિમાન્ડ પ્રમાણે યુઝર્સને ફિલ્મ ઉપલબ્ધ કરાવતા હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોવા માટે લોકો પાસેથી રૂપિયા વસૂલવામાં આવતા હતા. ટેલિગ્રામ ગ્રુપ ચલાવનારા લોકો ઘરેબેઠાં ફિલ્મ જોવા ઇચ્છતા યુઝર્સ પાસેથી લગભગ ૫૦ રૂપિયા સુધી ચાર્જ લઈ રહ્યા હતા. આ સમગ્ર ગતિવિધિ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતી હતી જેનાથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થઈ રહ્યું હતું.

હાલમાં મહારાષ્ટ્ર સાઇબર સેલે ટેલિગ્રામ ગ્રુપના અૅડ‍્મિનની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટેક્નિકલ માધ્યમો દ્વારા આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં આ રૅકેટ સાથે જોડાયેલા લોકોને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2026 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK