‘મહાવતાર પરશુરામ’નું પોસ્ટર હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ રિલીઝ થયું છે
`મહાવતાર પરશુરામ`નું પોસ્ટર
પરશુરામ જયંતીના અવસરે ગઈ કાલે ‘મહાવતાર પરશુરામ’નું પહેલું પોસ્ટર અને ટીઝર લૉન્ચ થયું હતું. ભગવાન વિષ્ણુના ૧૦ અવતારો પર આધારિત ૭ ભાગની ઍનિમેટેડ ‘મહાવતાર સિનેમૅટિક યુનિવર્સ’ની આ બીજી ફિલ્મ છે. આ પહેલાં ફિલ્મ ‘મહાવતાર નરસિંહા’ને દર્શકોએ બહુ પસંદ કરી હતી. ‘મહાવતાર પરશુરામ’નું પોસ્ટર હિન્દી અને અંગ્રેજી સિવાય અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ રિલીઝ થયું છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ પેન ઇન્ડિયાના સ્તરે બનાવવામાં આવી રહી છે. આ પોસ્ટ સાથે કૅપ્શનમાં લખવામાં આવી છે, ‘જ્યારે ધર્મનું પતન થાય છે ત્યારે પરશુ (ફરશી) ઊઠે છે. મહાવતાર સિનેમૅટિક યુનિવર્સની આગામી રજૂઆત.’
મળતી માહિતી મુજબ આ ફિલ્મ આવતા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થશે. જોકે ચોક્કસ તારીખ હજી જાહેર કરવામાં નથી આવી.
