નાના મહેશ ભટ્ટે કહ્યું કે તેનામાં નાનકડી પૂજા ભટ્ટ જેવી એનર્જી છે
મહેશ ભટ્ટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂરની પર્સનાલિટી વિશે વાત કરતાં નાના મહેશ ભટ્ટે કહ્યું છે કે રાહાની એનર્જી આખા ઘરમાં છવાઈ જાય છે અને તે દરેક વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
રાહા વિશે વાત કરતાં મહેશ ભટ્ટે કહ્યું હતું કે ‘રાહા મોટી થઈને રણબીર અને આલિયા કરતાં અનેકગણી આગળ નીકળી જશે. તે અલગ છે. તેની વાઇબ અલગ છે. જ્યારે તે આવે છે ત્યારે આખું ઘર તેની એનર્જીના કબજામાં આવી જાય છે. તે થોડા કલાકો માટે દરેક વસ્તુનું કેન્દ્ર બની જાય છે. હું તાજેતરમાં નીતુ કપૂર સાથે રાહાની સ્કૂલમાં ગ્રૅન્ડપેરન્ટ્સ ડે માટે ગયો હતો. તેની નાની સોની ઇસ્તાંબુલમાં હતી. અમે વાદળ વચ્ચેથી ચાલી રહ્યાં હતાં. હું રાહાનો હાથ પકડીને ચાલતો હતો, જ્યારે નીતુ તેનો બીજો હાથ પકડીને ચાલતી હતી. એ ખૂબ જ સુંદર ક્ષણ હતી. મને યાદ છે કે આવું મેં માત્ર પૂજા સાથે કર્યું હતું. જ્યારે પૂજા નાની હતી ત્યારે તેની સાથે ચાલવાની યાદો તાજી થઈ ગઈ. અચાનક એવું લાગ્યું કે સમય રોકાઈ ગયો છે. આલિયામાં નાનકડી પૂજા જેવી એનર્જી છે.’
