Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્કૂલના ક્લાસમાં ડ્રગ્સ લેતા ૧૬ વર્ષના છોકરાનો વિડિયો જોઈને પપ્પાએ ફરિયાદ નોંધાવી સપ્લાયર સામે

સ્કૂલના ક્લાસમાં ડ્રગ્સ લેતા ૧૬ વર્ષના છોકરાનો વિડિયો જોઈને પપ્પાએ ફરિયાદ નોંધાવી સપ્લાયર સામે

Published : 12 August, 2026 07:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

થાણેની ઘટના, અમર નામના પેડલરને શોધવામાં લાગી પોલીસ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


થાણેના લોકમાન્યનગર વિસ્તારમાં આવેલી જ્ઞાનોદય વિદ્યામંદિર સ્કૂલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતા ૧૬ વર્ષના ટીનેજરનો સફેદ પાઉડર જેવા ડ્રગ્સનો નશો કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે વિદ્યાર્થીના પપ્પાએ પોતાના દીકરાને ડ્રગ્સ સપ્લાય કરનાર અમર નામના પેડલર સામે સોમવારે સાંજે વર્તકનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં વિદ્યાર્થીને ડ્રગ્સ સપ્લાય કરનાર વ્યક્તિની સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચે પણ જૉઇન્ટ તપાસ શરૂ કરી છે. 
વર્તકનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલના શિક્ષકે વિડિયો વિશે જાણ કરતાં સગીરના પિતાએ તાત્કાલિક સ્કૂલમાં પહોંચીને તપાસ કરી હતી. આ દરમ્યાન માલૂમ પડ્યું હતું કે સગીર વિદ્યાર્થીએ તેના મિત્ર સાથે મળીને આ ડ્રગ્સ મેળવ્યું હતું અને વર્ગમાં જ નશો કર્યો હતો. પિતાએ હાથ ધરેલી પૂછપરછમાં સગીરે કબૂલાત કરી હતી કે તે ૩ ઑગસ્ટે તેના મિત્ર સાથે ઇન્દિરાનગરના સાઠેનગર ખાતે ગયો હતો. ત્યાં રહેતા અમર નામના ડ્રગ-પેડલર પાસેથી તેણે ૧૦૦૦ રૂપિયામાં પ્લાસ્ટિકની નાની થેલીમાં મેફેડ્રોન (MD) નામનું ડ્રગ્સ ખરીદ્યું હતું. ત્યાર બાદ પહેલાં હનુમાન ટેકરી ખાતે નશો કર્યા પછી ૪ ઑગસ્ટે બપોરે સ્કૂલના ક્લાસમાં ફરી આ ડ્રગ્સનું સેવન કર્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન તેના મિત્રએ જ પોતાના મોબાઇલમાં નશો કરવાનો વિડિયો રેકૉર્ડ કર્યો હતો, જે બાદમાં સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. સગીર પુત્ર નાદાન હોવાનો ફાયદો ઉઠાવીને તેને માદક પદાર્થોના દૂષણ તરફ ધકેલવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થતાં પિતાએ સોમવારે અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી. સગીરને નશાની ટેવ પાડનાર અને ડ્રગ્સ વેચનાર આરોપી અમરને શોધવા વિવિધ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2026 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK